Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ફેક ન્યુઝઃ સોશ્યલ મીડિયાના અસામાજિક પ્રવૃત્તિ

ભારતમાં વોટ્સએપના ર૦ કરોડથી વધારે વપરાશકર્તાઃ અગણિત મેસેજની આપ-લેઃ ભેજાબાજો સોશ્યલ મીડિયાનો બેફામ દુરૂપયોગ કરે છેઃ વપરાશકર્તાની સમજના અભાવનો ભરપૂર લાભ લે છેઃ જાગૃત બનવું જરૂરી

રાજકોટ : આજનો યુગ ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. આજે લગભગ દરેક લોકો સ્માર્ટફોન ધરાવે છે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશીયલ મીડીયાના માધ્યમોથી ઘેરાયેલા રહે છે. આ તમામ માધ્યમોની મદદથી પળવારમાં દુનિયાભરના સમાચાર વિવિધ વિષયોનું જ્ઞાન વગેરે લોકો આસાનીથી મેળવી રહ્યા છે. પરંતુ જેમ જેમ દરેક શકિતનો સદ્દઉપયોગ થવાની સાથે દુરઉપયોગ પણ થાય છે તેમ આ શોસીયલ મીડીયાના માધ્યમોનો પણ દુરઉપયોગ વિવિધ કારણોસર થાય છે.

આજે ઘણા અસામાજિક તત્વો સોશીયલ મીડીયા પર ફેક ન્યુઝ વાઇરલ કરી રહ્યાં ે. શુ છે આ ફેક ન્યુઝ ? ફેક એટલે ખોટા જુઠા બનાવટી અને ન્યુઝ એટલે સમાચાર, ફેક ન્યુઝ એ ખોટી માહિતીનું પ્રસારણ છે. આજે સમાચાર લોકોના મનમાં રહેલી લાગણીને સઅર કરે છ.ે ઘણા સમાચાર વાંચીને લોકો ગુસ્સે થઇ જાય છે. પૈસાની ગોલમાલ (સ્કેમ) નાત જાતની ટીકા, ધર્મ સંબંધી ટીકા વગેરે સમાચાર વાંચીને લોકો રોષે ભરાય છે, આજ રીતે ફેક ન્યુઝએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું આયોજન બદ્વ સાધન છે. સામુહિક રીતે વાયરલ થયેલા ફેક ન્યુઝ લોકોની લાગણીઓને એ રીતે અસર કરે છે કે પછી લોકો કોઇ સાચી ખબર પણ માનવા તૈયાર થતા નથી. આ ફેક ન્યુઝના પ્રસારણમાં વોટ્સએપ, ફેસબક વગેરે જેવા સોશીયલ વગેરે જેવા સોશીયલ મીડીયા માધ્યમનોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. હાલના સમયમાં ફેક ન્યુઝના પ્રસારણમાં ખાસ કરીને વોટ્સઅપનો સૌથી વધુ ઉપયોગ થતો જોવા મળ્યો છે. ભારતમાં વોટ્સએપના ર૦૦ મીલીયન (ર૦ કરોડ) થી પણ વધુ વપરાશકર્તા છે. આજે લોકો સવારથી રાત્રી સુધીમાં ગુડમોર્નીંગ, શુભેચ્છા, રોગો માટેના ઘરગથ્થુ ઉપચાર, જોકસ, શાયરીઓ, ગીતો વગેરે જેવા ઢગલાબંધ મેસેજ મોકલે છે અને મેળવે છે. ખાસ દિવસોમાં રજાઓમાં અને તહેવારોમાં આવા મેસેજોની માત્રા વધી જાય છે. આમ આવા અસંખ્ય મેસેજીસને કઇ રીતે હેન્ડલ કરવા અને તેમાંથી સાચા-ખોટા સમાચાર અને માહીતીને કઇ રીતે વર્ગીકૃત કરવાએ માટે લોકોએ જાગૃત થવુ એટલુ જ જરૂરી બને છ.ે

ફેક ન્યુઝનો મુદ્દો વધુ ગંભીર ત્યારેબન્યો જ્યારે ગત જુન-જુલાઇ મહીનામાં બાળકોનું અપહરણ કરતી ટોળકી અંગેની અફવાઓ વોટ્સઅપ વર વાઇરલ થઇ હતી, આ અંગેના બનાવટી વિડીયોઝ અને ફોટોગ્રાફસ પણ વોટ્સઅપ પર ફરતા થયા હતા. આ ફેક ન્યુઝના આધારે ટોળા દ્વારા થતી હિંસા ખોરી (મોબ લીંચીંગ) ના બનાવો બન્યા હતા, જેમાં ત્રીપુરા (મુરાબારી ગામ), મહારાષ્ટ્ર (ઘુલેજિલ્લો), મધ્યપ્રદેશ (શીંગવાર ગામ) વગેરેમાં બાળકોના અપહરણ કરતી ટોળકીની અફવાના આધારે ટોળા દ્વારા હિંસા આચરવામાં આવી હતી, જેના પરીણામે માત્ર આજ વર્ષમાં ૯ રાજ્યોમાં હિંસા ખોરીના કુલ ૯ બનાવો બન્યા હતા જેમાં કુલ ર૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાળકોના અપહરણ કરતા ગણીને લોકોના રોશનો ભોગ બનેલા લોકો બાળકોની નજીકથી પસાર થતા, તેમને રસ્તો પુછતા અથવા તેમને ચોકલેટ ઓફર કરતા લોકો હતા અને લોકોએ માત્ર અફવાના આધારે તેમને અપહરણકર્તા સમજીન ેહિંસા આચરી હતી.

માત્ર આ એક અફવા નહીં પરંતુ ભુતકાળમાં પણ સોશીયલ મેડીયાના માધ્યમથી આવા અનેક ફેક ન્યુઝ, અફવાઓ અને મીડીયા કન્ટેન્ટ વાઇરલ થઇ ચુકયા છે, ડી મોનીટાઇઝેશન પછી નવી કરન્સીના ભાગ રૂપે આવેલ રૂ.ર૦૦૦/-ની નોટમાં સરકાર દ્વારા જીપીએસ ચીપ લગાડવામાં આવી હોવાની અફવા વાઇરલ થઇ હતી. આ ઉપરાંત માનનીય વડાપ્રધાનના મેક ઇન ઇન્ડીયા કેમ્પેઇન વખતે શોસીયલ મીડીયા એપ ટેલીગ્રામ અંગેની અફવા સામે આવી હતી. જેમાં ટેલીગ્રામને ભારતમાં ડેવલપ થયેલી એપ્લીકેશન ગણાવી લોકોને વોટ્સઅપના બદલે ટેલીગ્રામ ઇન્સ્ટોલ કરવાની અને ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી હતી, જયારે ટેલીગ્રામ એપ્લીકેશન વાસ્તવમાં રશીયન એપ ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી  છ, માત્ર આટલું જ નહીં પણ ૭૭૭૮૮૮૯૯૯ નંબર પરથી આવતા ફોન કોલ્સરીસીવ કરવાથી ફોન એકસપ્લોડ થાય છે જેવી અફવાને પણ લોકોએ સાચી ગણી ખુબ ફોરવર્ડ કરી હતી.

વોટ્સએપ દ્વારા ફેલાતા ફેક ન્યુઝ અને અફવાઓને રોકવામાં અને તેનું મુળ શોધવામાં પોલિસને પણ ખુબજ મહેનત કરવી પડે છે, આ ઉપરાંત ઘણી વખત વોટ્સએપ, ફેસબુક વગેરે જેવી સોશીયલ મીડીયા કંપનીઓ પોલિસને પુરતો સહકાર આપતી નથી, આ ઉપરાંત વોટ્સઅપ દ્વારા મોકલવાયેલા ઇન્ક્રીપ્ટેડ ફોરમેટમાં હોય છે. જેથી રીસીવ કરનાર યુઝર્સ સીવાય તે ડીક્રીપ્ટ થઇ શકતા નથી. આ કારણે ફેક ન્યુઝની ટ્રેસ એબીલીટી પણ શકય બનતી નથી. આવા અસંખ્ય વખત ફોરવડ થતા ફેક ન્યુઝનું મુળ શોધવાનું પોલિસ માટે પણ કપરૂ બને છે.

ભારત સરકાર દ્વારા ફેક ન્યુઝ અને અફવાના પ્રસારને રોકવા માટે વોટ્સઅપને ઘણી ચેતવણીઓ આપવામાં આવી છે. જેમાં હાલમાં ભારતના કાયદા મંત્રી શ્રી રવીશંકર પ્રસાદ અને વોટ્સએપના સીઇઓ ક્રીશ ડેનીયલ વચ્ચે થયેલી મુલાકાતમાં વોટ્સએપને મેસેજીસની ટ્રેસ એબીલીટી, ગ્રીવન્સ ઓફીસરની નિમણુક વગેરે બાબતોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.જેમાં વોટ્સએપ દ્વારા મેસેજીસની ટ્રેસ એબીલીટી અંગેની વાત નકારવામાં આવી હતી. વોટ્સએપ એ યુઝર્સની પ્રાઇવસીને પ્રોટેકટ કરવા માટે ટ્રેસ એબીલીટી શકય ન હોવાનું જણાવ્યું હતું.

જો કે વોટ્સએપ દ્વારા ફેક ન્યુઝને રોકવા માટે અન્ય જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. વોટ્એપે ફોરવર્ડ થતા મેસેજીસ પર 'Forwarded'નું ફીચર લોંચ કર્યું છે જેના આધારે યુઝર્સનેએ ખબર પડશે કે તેને કરવામાં આવેલ મેસેજ ફોરવર્ડ થયેલો છે કે પછી મોકલનારે જાતે ટાઇપ કરીને મોકલ્યો છે. આમ જે મેસેજ ફોરવર્ડ થયેલો હશે તેના 'Forwarded' નું લેબલ જોવા મળશે આ ઉપરાંત વોટ્સઅપ દ્વારા શેર થતા મેસેજીસ, વિડીયો, ફોટોઝ વગેરેને ફોરવર્ડ કરવા માટે પણ એક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે કોઇપણ મેસેજ વિડીયો અથવા ફોટો એક વખતમાં પાંચથી વધુ કોન્ટકટસને ફોરવર્ડ કરી શકશે નહિં. જો કે આ બન્ને ફીચર્સની પોતાની મર્યાદા રહેલી છે. આ સીવાય વોટ્સઅપ દ્વારા ફેક ન્યુઝને ઓળખવા અને તેનાથી બચવા માટેની જૂરી બાબતો ભારતના વિવિધ સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આ તબકકે સરકાર દ્વારા સોશીયલ મીડીયા કંપનીઓ પર લેવાતા કડક પગલાઓની સાથે લોકોની સમજદારી અને જાગૃતતા પણ એટલીજ જરૂરી બને છે ફેક ન્યુઝ અફવાઓ ખોટી જાહેરાતો વગેરે દ્વારા માત્ર હિંસા ખોરી જ નહીં પરંતુ આવા મેસેજીસના ભાગ રૂપે લોકો ઘણી વખત પોતાની અંગત માહિતી વોટ્સઅપ પર શેર કરી સાઇબર ક્રાઇમનો ભોગ બને છે. આમ શોસીયલ મીડીયાના બે જવાબદાર ઉપયોગથી લોકો પોતાનો કિમતી સમય, ઇન્ટરનેટ ડેટા અને માહિતીની અપવ્યય કરે છ.ે

સોશીયલ મીડીયા પર ફેક ન્યુઝથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખી શકાય.

૧. સોશીયલ મીડીયા પર આવતા મેસેજ, વિડીયો, ફોટો દરેક વખતે સંપૂર્ણ પણે સત્ય હોતા નથી. આ કારણે કોઇપણ મેસેજ પોસ્ટ કે મીડીયા કન્ટેન્ટ પર પ્રતિક્રિયા (રીએકટ) કરતા પહેલા તેની સત્યતા તપાસવાની કોશીસ કરવી જરૂરી છે.

ર. કોઇપણ ફોરવર્ડ થયેલા મેસેજ અથવા ન્યુઝ કયા સ્ત્રોત દ્વારા ફોરવર્ડ થયેલા છે તે પણ બરાબર ચકાસવું જોઇએ, અજાણ્યા વ્યકિત/ગ્રુપના મેસેજના બદલે વિશ્વસનીય સ્ત્રોત દ્વારા જ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઇએ.

૩. ન્યુઝ/મેસેજીસની સત્યતા જાણવા માટે ગુગલ ખુબજ મહત્વનો ભાગ ભજવી શકે છે. જો કોઇ ન્યુઝ/મેસેજ શંકાશીલ જણાય તો તેનાકી-વર્ડ ગુગલમાં ટાઇપ કરી સર્ચ કરો. સાચા ન્યુઝ/ મેસેજ જાણીતી ન્યુઝ એજન્સીઝ અને ચેનલસ્ દ્વારા પ્રકાશિત થતા હોય છે. એટલે આના દ્વારા જો કોઇ ન્યુઝ/મેસેજ ખોટા હશે તો તે આસાનીથી જાણી શકાય છે.

૪. સોશીયલ મીડીયા પર વાઇરલ થતા ફોટો/વિડીયો પણ યુઝર્સને ગેર માર્ગે દોરે છે ઘણી વખત વાસ્તવિક બાબત ફોટો/ વિડયોમાં દર્શાવેલ બાબતથી વિરૂદ્ધ હોય છે. આ કારણે માત્ર ફોટો/ વિડિયો દ્વારા કોઇપણ બાબતનું તથ્ય જાણી શકાય નહીં.

૫. સોશીયલ મીડીયા પર ફોરવર્ડ થતી ખોટી જાહેરાતો અને લોભામણી ખબરો લોકોને ફોરવર્ડ કરતા પહેલા તે જાહેરાતની સત્યતા ચકાસવી જોઇએ, ફ્રી શોપીંગ વાઉચર, સસ્તી એર ટીકીટ, ફી લેપટોપ વગેરે જેવી જાહેરાતો વોટ્સઅપ પર વાઇરલ થઇ ચુકી છે. જેમાં યુઝર્સને તે મેસેજ ૧૦ અથવા ૨૦ ગૃપમાં ફોરવર્ડ કરવાનું કહેવામાં આવે છે. આ ખરેખર એક સ્કેમ છે અને તેના દ્વારા યુઝર્સને કોઇપણ ફ્રી ચીજ-વસ્તુ મળતી નથી.

૬. સોશીયલ મીડીયા પર કોઇ મેસેજ/પોસ્ટ માત્ર વારંવાર શેર અથવા ફોરવર્ડ થાય છે એટલે તે મેસેજ/પોસ્ટ સાચી છે તેવું સાબીત થતું નથી. ફેક ન્યુઝ અને અફવા પણ ખુબજ ઝડપથી વાઇરલ થાય છે.

૭. સોશીયલ મીડીયા પર જાહેરાતોના સ્વરૂપે મોકલવામાં આવતી મેસેજની લીંકનો કયારેય ઉપયોગ ન કરવો જોઇએ. કોઇપણ મેસેજની લીંક દ્વારા ખુલતી વેબસાઇટ પર પોતાની વ્યકિતગત અથવા બેંક સંબંધી માહિતી જાહેર ન કરવી જોઇએ, (જેમ કે હાલમાં 'ફ્રી સાયકલ વિતરણ યોજના- ભારત સરકાર' ના નામથી મેસેજ વોટ્સઅપ પર વાઇરલ થયો હતો જેમાં  http://Bharat-Sarkar.com./cycie લીંક પર કલીક કરી રહેલા ફોર્મ પર વિગતો ભરવાનું જણાવવામાં આવ્યુ હતું. આ એક ફેક વેબસાઇટ છે, જયારે ભારત સરકારની ઓફીસીયલ વેબસાઇટ નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડીયા ( India.gov.in) પર હોસ્ટ થાય છે.

આજે લગભગ દરેક વય જુથના લોકો ઇન્ટરનેટ અને સોશીયલ મીડીયા માધ્યમોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે, ઉપરાંત ગામડામાં કે જયાં સાક્ષરતાનું પ્રમાણ નીચુ જોવા મળે છે તેવા સંજોગોમાં લોકોને ફેક ન્યુઝ અને તેનાથી થતા નુકસાન માટે જાગૃત કરવા ખુબ જ જરૂરી બને છે. આ કાર્ય સરકાર અને સોશીયલ મીડીયા કંપનીઓના સહકારથી થવુ જરૂરી છે.

આલેખન :- નિકેત પોપટ

સર્ટીફાઇડ સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર

-સાઇબર લો નિષ્ણાંત, રાજકોટ.

મો. નં. ૯૪૦૯૭ ૭૦૬૧૩ 

(3:35 pm IST)