Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સીલ્વર જયુબીલી વર્ષની ઉજવણીઃ પ્રતિભા સન્માન

રાજકોટઃ સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ૨૫માં સીલ્વર જયુબીલી વર્ષે ૨૫મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો  હતો. જેમાં ૨૫ વર્ષથી રાજકોટમાં વસવાટ કરતા તમામ લેઉઆ પટેલજ્ઞાતિના બાળકોના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતુ. સમારંભનો શુભારંભ મંગળ પ્રાર્થનાથી થયો હતો. શાબ્દીક સ્વાગત મંડળના માનદમંત્રી રામજીભાઇ ગઢીયાએ કરેલ હતુ દિપ પ્રાગ્ટય ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન અને જ્ઞાતિરત્ન નરેશભાઇ પટેલે કરી કાર્યક્રમનાં મુખ્યદાતા અને વકતા સર્વોદય સંસ્થાના ચેરમેન ભરતભાઇ ગાજીપરાએ તેમના પ્રવચનમાં શિક્ષણ અને કેળવણી તેમજ આજના સમયમાં તેની ઉપયોગીતા વિશે વકતવ્ય આપેલુ હતુ. મંડળના પ્રમુખ અમૃતભાઇ ગઢીયાએ મંડળ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી સામાજીક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિ તથા ભાવિ આયોજનનો અહેવાલ આપ્યો હતો. નવી ઓફિસના દાતા મગનભાઇ શીંગાળાનું સન્માન મોમેન્ટો અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. તેમજ સમારંભને  ગોલ્ડ મેડલ તેમજ અલ્પાહાર આપતાં આજીવન દાતાઓ ભરતભાઇ પરસાણા તથા તુષારભાઇ લુણાગરીયા પરસોતમભાઇ કમાણી, વિગેરે હાજર રહી મંડળને પ્રોત્સાહન પુરૂ પાડેલ નરેશભાઇ પટેલે મંડળની પ્રવૃતિઓને અને મંડળના કાર્યકરોને ખુબ બિરદાવેલા હતા અને જણાવેલ કે મંડળ રપ વર્ષ થી આ કાર્ય કરે છે તે મંડળ પ્રસંસાપાત્ર છે અને સમાજસેવાના પણ તેટલાં જ કામો કરે છે.તે પ્રસંગે શુભેચ્છા પાઠવેલ અને અભિનંદન આપેલ આ પ્રસંગે મંડળ નું નવું કાર્યાલય મીલેનીયમ, ૧પ૦ રીંગ રોડ, નાના મવા ચોકડી ખાતે ખરીદેલ છે.  મંડળ નું સેવાકાર્ય નજીકના ભવિષ્યમાં ત્યાં શરૂ થશે તે જાણીને હાજર રહેલા તમામ જ્ઞાતિજનોએ હર્ષ વ્યકત કર્યો હતો, આ પ્રસંગે બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડ. એશો. પ્રમુખ શીવલાલભાઇ બારસીયા, ચિમનભાઇ હપાણી, ખોડલધામ ટ્રસ્ટીના મંત્રી જીતુભાઇ વસોયા,  હર્ષદભાઈ માલાણી, પ્રતાપભાઇ પટેલ, દુષ્યતભાઇ ટીલાળા, જયભાઇ તથા વિજયભાઇ માવાણી, જેન્તીભાઇઙ્ગ વરસાણી, રંજનબેન વજાભાઈ માવાણી, વિનુભાઈ કાપડીયા,  પી.સી.પટેલ, રમેશભાઈ સીદપરા, તરૂણભાઈ પટેલ,   રમેશભાઈ પટેલ, અક્ષયભાઈ પીપળીયા,   સંજય ભાઈ ટીલાળા, કિશોરભાઇ ટીલાળા, વી.પી.વૈષ્ણવ, જયેન્દ્રભાઈ અકબરી,   રામજીભાઈ હરસોડા, રમેશભાઈ ખીચરીયા, જમનભાઇ બાલધા તેમજ શાપર વેરાવળ, પડવલા, લોઠડા મેટોડા, આજી વસાહત,  સમ્રાટ ઈન્ડ.એરીયા, વિગેરેના અગ્રણી ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. જેઓએ નવી ઓફીસ ખરીદવા માટે ના ફડ માટે આર્થીક સહયોગ આપેલ છે તે સર્વે ઉપસ્થિત દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.હરેશભાઈ કાવાણીએ હતું. જે ભુપેન્દ્રભાઈ વેકરીયાએ સંકલન કરેલ હતું. અંતે આભારવિધિ ખોડલધામના ટ્રસ્ટી અને મંડળના સ્થાપક કુમનભાઇ  વરસાણીએ કરેલ. મંડળના સ્થાપનાકાળથી આજદિન સુધી ૨૫ વર્ષથી કારોબારીમાં સેવા આપનાર  કુમનભાઇ વરસાણી,  ભુપેન્દ્રભાઈ વેકરીયા,  ભગવાનજીભાઈ પાંભર, ધનજીભાઈ પોકરનું   વિશિષ્ટ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે મંડળના હોદેદારો અને કારોબારી સભ્યો સર્વશ્રી પ્રમુખ અમૃતભાઇ ગઢીયા, મંત્રી રામજીભાઇ ગઢીયા,વાઘજીભાઈ સગપરીયા, વિજયભાઈ માલાણી,જયેશભાઇ દુધાત્રા, પ્રવિણભાઈ ફળદુ,પરેશભાઈ પટોળીયા, રમણીકભાઈ વાડોદરીયા, બાબુભાઇ મેનપરા, રાણાભાઇ માદરીયા, કુમનભાઈ વરસાણી, ભુપેન્દ્રભાઇ વેકરીયા, ભગવાનજીભાઈ પાંભર,ધીરજલાલ રાંક, વલ્લભભાઈ રામાણી, ભગવાનજીભાઈ પાંભર, રણછોડભાઈ સોજીત્રા, દિનેશભાઇ સાવલીયા, બિપીનભાઈ નારીયા, આર.બી. સાવલીયા, મોહનભાઈ ભાલાળા, હિરેનભાઈ લીંબાસીયા, વિપુલભાઈ મોલીયા, ભાવેશભાઇ ભુવા, ઉમેશભાઈ ભેસાણીયા, તથા મહિલા પ્રતિનિધિ વનિતાબેન ગઢીયા, ભાવનાબેન રૂપાપરા, ભારતીબેન રૂપાપરાએ મહેનત હતી. અંતમાં રાષ્ટ્રગીત અને દેશભકિતના નારાઓ સાથે કાર્યકમ પુર્ણ જાહેર કરાયો હતો. (૪૦.૪)  

(3:34 pm IST)