Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પોલીસમેનની બદલી રાજકીય ઈશારે કરાઈ હોવાનો ધુંધવાટ

આ પોલીસમેન ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાં વિદ્યાર્થીઓને સરકારી નોકરી અંગે માર્ગદર્શન પૂરૂ પાડે છે : નરેશભાઈ પટેલની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો

રાજકોટ : અહિંના સરદાર પટેલ ભવનના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ - બહેનો આજે બપોરે શ્રી ચીમનભાઈ શુકલ ઓવર બ્રીજ પાસે ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી રમેશભાઈ રૂપાપરાની ઓફીસે એકત્ર થઈ ગયા હતા અને લોધીકા પોલીસ મથકના પોલીસમેનની બદલી રાજકીય ઈશારે કરાઈ હોવાના આક્ષેપ સાથે શાંતિપૂર્ણ દેખાવો સાથે બદલી અટકાવવા માગણી - લાગણી દર્શાવી હતી. આ પોલીસમેન સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ખાતે વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી અંગે માર્ગદર્શન પૂરૂ પાડે છે તેવી લાગણીઓ સાથે શા઼તિપૂર્વક દેખાવો કરવા લાગ્યા હતા. દરમિયાન આ મામલે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ ટેલીફોનિક વાત કરતા તેઓએ મધ્યસ્થી બની તમામ બાબતો અંગે ચર્ચા કરતા આ મામલો થાળે પડ્યો હતો. ઉકત તસ્વીરમાં રમેશભાઈ અને વિદ્યાર્થીઓ સાથેની વચ્ચે ઉગ્રતા અને વિદ્યાર્થી ભાઈ-બહેનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

(3:33 pm IST)