Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શહેરમાં પ્રસુતાઓ માટે બે નવી હોસ્પીટલો બનાવાશે

રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનના ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં શહેરમાં પ્રસૃતાઓ માટે વધુ બે નવી હોસ્પીટલોનું નિર્માણ કરવા માટે જોગવાઈ કરાઈ છે ત્યારે આ બજેટ જોગવાઈ મુજબ સામાકાંઠા વિસ્તારમાં અને કોઠારીયા વિસ્તારમાં એમ બે સ્થળોએ પ્રસુતાની સારવાર માટે અદ્યતન હોસ્પીટલોનું નિર્માણ હાથ ધરાશે. કોઠારીયામાં હોસ્પીટલ નિર્માણ માટે સ્થળ પસંદ કરી લેવાયાનું જાણવા મળે છે જ્યારે સામાકાંઠે હજુ સ્થળ ફાઈનલ નહી થયાનું જાણવા મળ્યુ છે. નોંધનીય છે કે, હાલ તુરંત શહેરમાં જનાના હોસ્પીટલ અને પદ્મકુંવરબા હોસ્પીટલ એમ બે જ સરકારી હોસ્પીટલો પ્રસુતાઓની સારવાર માટે છે ત્યારે હવે વધુ બે હોસ્પીટલોનું નિર્માણ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવાયો છે.

(3:26 pm IST)