Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

લોકમેળામાં ડખોઃ યાંત્રીક સ્ટોલ ધારકોએ GST ભરવાની ના પાડતા હરરાજી અટકીઃ ઓડીટર-સીએને બોલાવાયા

રાજકોટ તા. ૯ : ગોરસ લોકમેળામાં આજે યાત્રીક  એટલે કે ફજેત ફાળકા, ટોરાટોરા-હીંચડો-મોતના કુવા-જાદુના ખેલ વિગેરેના કુલ ૪૪ સ્ટોલની હરરાજી થઇ ત્યાંજ સ્ટોલ ઇચ્છુકોઓએ હરરાજી બોલવા મેદાને હતા તેમણે જીએસટી ભરવાની ના પાડતા મોટી

શાબ્દિક ટપાટપી થઇ હતી, આ લોકોએ રૂ. ૩૦ની ટીકીટમાં જીએસટી વસૂલાય તો અમારે કમાવું છું તેમ કહી દેતા અને સામે કલેકટર તંત્ર-પ્રાંત અધિકારીએ જીએસટી તો વસૂલાશે તેવું જણાવી દેતા વાત વટે ચડી ગઇ હતી અને હરરાજી અટકી પડી હતી. બાદમાં બપોરે ૧ાા થી ર ની વચ્ચે કલેકટર તંત્રે ઓડીટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને મારતી ગાડીએ બોલાવ્યા છે, તેઓ આવ્યા બાદ મામલો હલ થયે હરરાજી આગળ વધશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા  છે.(૬.૨૩)

(3:34 pm IST)