Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કડવી બાઇ વિરાણી સ્કૂલ અને શુભમ્ સ્કૂલ પાસે આટા ફેરા કરી રહેલા ૧૩ શખ્સોને ઉઠબેસ કરાવાઇઃ છ બાઇક ડિટેઇન

ભકિતનગર પોલીસ દ્વારા રોમીયોગીરી નાથવા માટે ઝુ઼બેશ શરૂ કરવામાં આવી

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ શાળા કોલેજો આસપાસ કારણવગર પડ્યા પાથર્યા રહી રોમિયોગીરી કરનારાઓને કાયદાનું ભાન કરાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત આજે ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે કડવીબાઇ વિરાણી ગર્લ્સ સ્કૂલ અને શુભમ્ સ્કૂલ પાસે આટાફેરા કરી રહેલા ૧૩ શખ્સોને ઉઠબેસ કરાવી હતી. તેમજ છ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતાં. પોલીસ આ કાર્યવાહી નિમયીતપણે યથાવત રાખશે. (૧૪.૧૨)

(4:06 pm IST)