Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વોર્ડ નં.૧૩ ના નવા વિસ્તારો ડ્રેનેજની ગંદકીથી મુકત થશે

વોર્ડ નં.૧૩ના કોપોરેટર જયાબેન હરિભાઇ ડાંગરના પ્રયત્નો સફળઃ તંત્રનો આભાર માન્યો

રાજકોટ, તા.૧૦: અમૃતમ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૧૩૦ કરોડના ડ્રેનેજના પ્રોજેકટને જી.યુ.ડી.એમ.ની મંજૂરી મળતા હાઉસ કનેકશન તથા વોર્ડ નં.૧૩માં પુનીતનગરના પાણીના ટાંકાની સામે વિશાળ જગ્યામાં પમ્પીંગ સ્ટેશનનું પ્લાન્ટ વિગેરે કામ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન જી.યુ.ડી.એમ. ગાંધીનગર દ્વારા અમૃત યોજના હેઠળ આશરે કરોડોના તેવા સુએઝ પ્રોજેકટને મંજૂરી આપી હોવાથી રાજકોટના મેયરશ્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતનાં પદાધિકારીયો-અધિકારીઓની વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર એ અભાર માન્યો હતો.

 

વોર્ડ નં.૧૩ના નવા ભળેલા વિસ્તારો જેવા કે ચામુંડાનગર, ખોડીયાલનગર, ખોડીયાલપરા, તિરુપતિ ઇન્ડસ્ટ્રીયલ, મારુતી ઇન્ડસ્ટ્રીયલ, વિશ્વકર્મા સોસાયટી, પટેલ કન્યા છાત્રાલયની પાછળનો ભાગ, તેમજ ગીતાનગર સોસાયટીની પાછળનો ભાગ જેવા અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ લાઈનો મંજુર થતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરનો લોકો વતી આભાર માનતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર.

તેમજ વોર્ડ નં.૧૩માં કરોડો રૂપિયાના ખર્ચે પુનીતનગર પાણીના ટાંકાની સામે પમ્પીંગ સ્ટેશન પણ આકાર પામશે. રાજકોટ મહાનગરપાલિકામાં મંજુર થયેલ આ પ્રોજેકટમાં કુલ ખર્ચમાં કેન્દ્ર સરકારશ્રી તરફથી ૩૭%, ગુજરાત સરકારશ્રી તરફથી ૩૭% અને રાજકોટ મહાનગરપાલિકા તરફથી ૩૦%ખર્ચ કરવામાં આવશે.(૨૨.૧૩)

(3:33 pm IST)