Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જય હો...મેઘાવી માહોલમાં કાલે રહેમાનના ગીતો વરસશે

શિવરંજની ગ્રુપ દ્વારા હેમુ ગઢવી હોલમાં અનોખુ આયોજનઃ મુંબઇ-પૂનાના ઓરકેસ્ટ્રા કાફલા સાથે રાજકોટના સિંગરો ગીતો વહાવશેઃ રહેમાન જાદુઇ કલાકાર-મૌલિક ગજ્જર

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શિવરંજની ગ્રુપના કલાકારો મૌલિક ગજ્જર, દિપ્તી ગજ્જર, જયેશ  દવે, ઉન્નતિ જાની, દેવાંશી ચાંગેલા વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : મેઘાવી માહોલ મસ્તીનો સર્જાઇ રહ્યો છે. ભીન-ભીની સુગંધના આ માહોલમાં લોકપ્રિય સંગીતકાર  -ગાયક એ. આરક. રહેમાનના ગીતો વરસવાના છ.ે અને શ્રોતાઓને મન મુકીને ભીંજાઇ જવાનો મોકો મળ્યો છ.ે

શિવરંજની  ગ્રુપ દ્વારા ધમાકેદાર આયોજન થયું  છે 'જય હો...' થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં મુંબઇ-પુના-અમદાવાદના વિખ્યાત ઓરકેસ્ટ્રા કાફલા સાથે રાજકોટના સીંગરો કલારસ વહાવશે.

કલાકારો આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા મૌલિકભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, આર.ડી.બર્મન બાદ એ.આર. મહેમાન સૌથી અઘરા કલાકાર છે. તેમને  રજુ કરવા સરળ નથી. રાજકોટના કલાકારો છેલ્લા ૧૦ દિવસથી દરરોજ રિયાઝ-પ્રેકટીસ કરે છ.ે આ કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ પણ અભૂતપૂર્વ છે. ૯૦ ટકા ટિકિટ્સ વેચાઇ ગઇ છે.

કાર્યક્રમાં રાજકોટના નામાંકિત કલાકારો મૌલિક ગજ્જર, જયશે દવે, દિપ્તી ગજ્જર, ઉન્નતિ જાની, દેવાંશી ચાંગેલા વગેરે  ગાયકો જમાવટ કરશે તેજસ શિશાંગિયાનું એન્કમિંગ મોજ કરાવશે.

આવતી કાલે હેમુ ગઢવી નાટય ગૃહના મેઇન હોલમાં રાત્રે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં કુલ રપ કલાકારોનો કાફલો ગીત-સંગીત અનરાધાર વરસાવશે.

મૌલિક ગજ્જરે જણાવ્યું હતુંકે , કાર્યક્રમા રહેમાનના ર૮ ગીતો રજુ થશે. જેમા રહેમાને ખુદેગાયેલા ૧ર ગીતોના પણ સમાવેશ થાય છ.ે કાર્યક્રમ માટે જુજ ટિકીટસનું વેચાણ બાકી છે. કાલે સવારે વેચાણ થનાર છે. વધુ વિગતો માટે મો.૯૯ર૪પ ૮૧૮૪૮ નંબર પર સંપર્ક થઇ શકે છ.ે કલાકારોનો પરિચય માણીએ.

દિપ્તિ ગજ્જર મૌલિક ગજ્જર

શીવરંજની મ્યુઝીકલ ગ્રુપ મૌલીક ગજ્જર અને દિપ્તી ગજ્જર આયોજીત એ. આર. રહેમાન નાઇટ રાજકોટમાં ર૦૦૬ માં હેમુ ગઢવી હોલ ખાતે 'નગ્મે નયે પુરાને' ટાઇટલ હેઠળ પ્રથમ વખત ઓર્ગેનાઇઝ કરેલા ત્યારથી શીવરંજની મ્યુઝીકલ ગ્રુપની શરૂઆત થઇ છે. આવતીકાલે ર૮ ગીતો રજૂ થશે તેમાંથી રપ ગીતોમાં કોરસ છે.

ર૦૦૯ માં એ. આર. રહેમાન નાઇટનું આયોજન કરેલુ ર૦૧ર માં ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 'જય જય ગરવી ગુજરાત'નો સૌરાષ્ટ્ર ગુજરાતના ભાતીગળ લોકગીતો અને સુગમ ગીતોનો સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આજ શો જય જય ગરવી ગુજરાત ગુર્જર સુતાર સમાજના નેજા હેઠળ બીજી વખત પણ કર્યો. જે શીવરંજની ગ્રુપ માટે ખૂબજ મોટી વાત છે. ર૦૧૬ માં લક્ષ્મીકાંત પ્યારેલાલ નાઇટનું આયોજન હતું. જે પણ ખૂબ જ સફળ રહેલ ત્યાર પછી આફ્રિકા કેન્યા, યુગાન્ડા-કમ્પાલા, સફળ રહેલ. અબુધાબી, મસ્કત જેવા દેશોમાં પણ શીવ રંજની ગ્રુપ પોતાની ટીમ સાથે ધુમ મચાવી ચુકયું છે.

આવતીકાલના શો માં એ. આર. રહેમાન નાઇટમાં એક ગીતમાં અમારા બન્ને બાળકો દર્શીલ ગજ્જર અને નીકિતા ગજ્જર પણ પરફોર્મ કરવાના છે. તેમ ગજ્જર દંપતી કહે છે.

જયેશ દવે

મલ્ટીપલ સીંગર તરીકે તમામ અવાજોમાં જૂના ગીતો પીરસવાની તેમની માસ્ટરી છે. ગુજરાતી ફિલ્મો અને સંખ્યાબંધ આલ્બમોમાં પ્લેબેક આપ્યું છે. દોઢ ડઝન જેટલી અમેરિકા- લંડન-દૂબઇ-મસ્તક-દોહા-આફ્રિકા સહિતના દેશોની ટૂર પણ કરી છે. છેલ્લા ૧૪ વર્ષથી સૌરાષ્ટ્રના મોખરાની લોકપ્રિય 'નીલ સીટી કલબ'ના મેઇન સીંગર તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટના યુવા હૈયાઓમાં ખૂબ જ લાડભર્યુ - માનભર્યું સ્થાન ધરાવે છે.

ઉનતી જાની

એઆર રહેમાન સાહેબના ગીતો પરફર્મ કરવાનો લ્હાવો આવર્ણનીય છે. અઘરૂ છે પણ અશકય નથી. મેં અર્જુનલાલ હિરાણી પરફોમીંગ આર્ટસમાં કલાસીકલ શીખ્યું છે પણ આ શીખ્યા પછી સંગીતની જરૂરીયાતો બદલાતી લાગી. પરીવર્તન બ્રહ્માંડનો નિયમ છે એ સ્વીકારી તમામ પ્રકારના સંગીત શીખીને પરફોર્મ કરવાના સફળ પ્રયાસો કરવા છે.

કલા ઇશ્વરની દેન છે એના વ્હાલા સંતાનોને આ ભેટ મળે છે એનો મને ગર્વ અને ગૌરવ છે અને સંગીતની ગરીમા જાળવવાની સાથે કલાકારની ગરીમા જળવાઇ રહે એવી હ્ય્દયની અત્યંત ઉત્કંઠા છે તેમ ઉન્નતીબેન કહે છે.

આવતીકાલે કાર્યક્રમમાં પરફોર્મ કરનારા કલાકાર ભાઇ-બહેનોને આછેરો પરીચય.

દેવાંશી ચાંગેલા

મુળ અમદાવાદના પણ લવમેરેજ કરી સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સ્થાયી થઇ કલાજગતમાં રસ ધરાવે છે અને મારામાં મને આગળ લાવવામાં અને સપોર્ટ કરવામાં મારા હસબન્ડ અને મારા પરીવારનો પુરો સાથ છે અને આજે હું જે સ્ટેજ પર છું એ માટે એમની આભારી છું. મારા હસબન્ડ સાથે લંડન અને વિદેશની ઘણી ટુર કરી છે.  મારા પતિ પણ ખુબ સારા કીબોર્ડ પ્લેર છે જેથી મને ઘણો સપોર્ટ કરે છે. માં સરસ્વતીની કૃપાથી બસ મારા ફેમલીને મારા બાળક સાથે મારી કલા જળવાઇ રહે એવી ઇશ્વરને મારી પ્રાર્થના છે તેમ દેવાંશીબેન કહે છે.

(4:19 pm IST)