Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મ્યુ. કોર્પોરેશનની લાયબ્રેરીના સભ્યોને જુના મેગેઝીન અપાશે

રાજકોટ તા. ૧૧: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં. ૧ અને ર તથા દતોપંત ઠેગડી પુસ્તકાલયનાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી તા. ૧ર જન થી ર૧ જુન સુધી વેચાણ કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવારથી શુક્રવાર સવારે ૧૧-૦૦ થી સાંજના પ-૦૦ સુધીમાં શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય ૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય, શ્રોફ રોડ ખાતેથી મળી શકશે. જેનો સભ્યોએ લાભ લેવા જણાવવામાં આવે છે.

(4:12 pm IST)