Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચકચારી જાતીય સતામણી પ્રકરણમાં પ્રો.નિલેશ પંચાલને બરતરફ કરતી સીન્ડીકેટ

કોમર્સ-આર્ટસના અભ્યાસક્રમ થીમબેઇઝડ કરવા ડીનને આદેશ...પુનમુલ્યાંકનમાં પાસ થનારને ડબલ પૈસા અપાશે

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચીત જાતીય સતામણી પ્રકરણમાં આખરે સીન્ડીકેટે આજે બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને બરતરફ કર્યા છે.

આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં બાયો સાયન્સ ભવનમાં એક પીએચડીની છાત્રાની જાતીય સતામણીની ફરીયાદ પ્રો. નિલેશ પંચાલ સામે કરી હતી. તપાસ સમીતીએ રીપોર્ટ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજે તેમને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીન્ડીકેટની બેઠકમાં આર્ટસ અને કોમર્સના અભ્યાસક્રમને થીમ બેઇઝડ કરવા વિદ્યાશાખાના ડીનને આદેશ આપવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં નાપાસ થયા બાદ જો પુનઃ મુલ્યાંકનમાં જો કોઇ વિદ્યાર્થીઓના ગુણ સુધરે તો ડબલ પૈસા આપવામાં આવશે. (૪.૧૬)

(4:21 pm IST)