Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઢેબર કોલોની સલાટવાસમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૮ ઝડપાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ પ્રકાશ સોલંકી, સંજય ચુડાસમા, અનીલ સોલંકી, હાજી જુણેજા, જાહીદ પારેખ, રહીમ સૈયદ, રાજુ સોલંકી અને મીલન ધામેચાની ધરપકડ

રાજકોટ, તા. ૧૧ :. ઢેબર કોલોની મફતીયાપરા પાસે ઝૂપડપટ્ટી સલાટવાસમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઈ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, સલીમભાઈ મકરાણી, દેવાભાઈ ધરજીયા, વાલજીભાઈ જાડા, ભાવેશભાઈ મકવાણા, દીવ્યરાજસિંહ ઝાલા, મનીષભાઈ શિરોડીયા, રાજેશભાઈ ગઢવી તથા હીતેષભાઈ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઈ પી.બી. જેબલીયા, દેવાભાઈ તથા વિક્રમભાઈને મળેલી બાતમીના આધારે ઢેબર કોલોની મફતીયાપરા પાસે ઝૂપડપટ્ટી સલાટવાસમાં દરોડો પાડી ઢેબર કોલોની મફતીયાપરાના પ્રકાશ બાબુભાઈ સોલંકી (ઉ.વ. ૨૯), સંજય મનજીભાઈ ચુડાસમા (ઉ.વ.૨૫), અનીલ ભનાભાઈ સોલંકી (ઉ.વ.૨૬), રાજુ કાનાભાઈ સોલંકી (ઉ.વ. ૪૫), ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૯૫ના હાજી ઈસ્માઈલભાઈ જુણેજા (ઉ.વ. ૩૪), દૂધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરનો જાહીદ મહંમદભાઈ પારેખ (ઉ.વ. ૩૦), કોઠારીયા રોડ અંકુરનગર શેરી નં. ૯નો રહીમ હાસમભાઈ સૈયદ (ઉ.વ. ૨૫) અને કોઠારિયા રોડ સોમનાથ સોસાયટી ૩ નો મીલન ચંદ્રકાંતભાઈ ધામેચા (ઉ.વ. ૩૯)ને પકડી લઈ રૂ. ૧,૦૭,૭૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)