Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ભગવતીપરામાંથી મનોજ વાઘેલા ક્રિકેટ સટ્ટો રમતાં પકડાયોઃ ૯૪ હજારનો મુદ્દામાલ કબ્જે

બી-ડિવીઝન પોલીસે દરોડો પાડ્યોઃ ચિઠ્ઠીને આધારે તપાસ

રાજકોટ તા. ૧૧: ભગવતીપરા મેઇન રોડ પર સુખસાગર સોસાયટી-૬માં રહેતો મનોજ વિનોદભાઇ વાઘેલા (ઉ.૩૫) નામનો વાલ્મિકી યુવાન તેના ઘરમાં આઇપીએલના મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી તેને ઝડપી લઇ રૂ. ૯૪,૩૦૦ની મત્તા કબ્જે લીધી છે.

મનોજ ચેન્નઇ સુપરકિંગ અને દિલ્હી કેપીટલ વચ્ચેના મેચ પર હારજીતનો જૂગાર રમતો-રમાડતો હોવાની હેડકોન્સ. મોહસીનખાનની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે તેને પકડી લઇ રૂ. ૭૦ હજારનો અલઇડી, ડેલ કંપનીનું સેટઅપ બોકસ, રિમોટ, મોબાઇલ ફોન, રોકડા રૂ. ૭૩૦૦ મળી કુલ રૂ. ૯૪૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ, મોહસીનખાન, કોન્સ. એભલભાઇ, કિરણભાઇ, કેતનભાઇ, મહેશભાઇ, હરપાલસિંહ સહિતે દરોડો પાડ્યો હતો. પોલીસને એક ચિઠ્ઠી મળી હોઇ તેમાં ટૂંકા નામ હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે.

(11:37 am IST)