Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સોલવન્ટ ફાટક પાસે કારખાનામાં તીનપતીનો જુગાર રમતા કારખાનેદાર સહિત છ પકડાયા

ક્રાંઇમ બ્રાંચનો દરોડોઃ ગાંધીગ્રામ પોલીસે મકાનમાંથી પાંચ અને પ્રનગર પોલીસે ત્રણને દબોચ્યા

રાજકોટ, તા.૧૧: કોઠારિયા રોડ સોલવન્ટ ફાટક પાસે આવેલા ભાડાના કારખાના ક્રાંઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા કારખાનેદાર સહિત છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ સોલવન્ટ ફાટક પાસે કારખાનામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાંઇમ બ્રાંચના કોન્સ. ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા અને સંજયભાઇ ચાવડાને બાતમી મળતા પીઆઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એસ.વી. સાખરા, હેડ કોન્સ ધીરેનભાઇ માલકીયા, મહેશભાઇ ( , હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, સંજયભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા કિરીટસિંહ ઝાલા સહિતે દરોડો પાડી પુઠ્ઠાના બોકસ બનાવવાના કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર મૌલીક ચંદુભાઇ પટોડીયા (ઉ.વ.૨૩) (રહે.કોઠારિયા ગામ આસોપાલવ સોસાયટી) તથા ગોંડલના ઘોઘાવદરના એલીસ નીતીનભાઇ વેકરીયા (ઉ.વ.૨૪) આનંદ બંગલા ચોક પાસે કે.જી.સોસાયટીના કૃણાલ શૈલેષભાઇ હાપલીયા (ઉ.વ.૨૪), કોઠારિયા મેઇન રોડ દર્શન પાર્કના વિશાલ કાનાભાઇ વસાણી (ઉ.વ.૨૩), સરધાર પાસે હોડથલી ગામના હાર્દીક રમેશભાઇ તોગડીયા (ઉ.વ.૨૪) અને ગોંડલના ઘોઘાવદરના ક્રિષ્ના નીતીનભાઇ વેકરીયા (ઉ.વ.૧૯) ને પકડી લઇ રૂ.૩૬૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

ગાંધીગ્રામમાંથી પાંચ પકડાયા

ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.એસ.પટેલ, હેડ કોન્સ ખોડુભા જાડેજા, બ્રીજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દીગ્વીજયસિંહ ગોહીલ, કિશોરભાઇ ધુધલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઇ પાટીલ સહિતે ગાંધીનગર સોસાયટીમાં ધાર્મીકભાઇના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ભાડુઆત દેવીકાબેન મહેન્દ્રભાઇ જોષી, સદરબજારના પ્રજ્ઞાબેન જગદીશભાઇ સરવૈયા, સલીમ યુસુફભાઇ બ્લોચ, ચંદુ જગુમલભાઇ સતીજા અને સદરબજાર ધોબી શેરી-૨ના શકુર શાબીરભાઇ હસલાણીને પકડી લઇ રૂ.૪૯૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે પાંચેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

સદરબજારમાંથી ત્રણ પકડાયા

પ્રધ્યુમનગરનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ દેવશીભાઇ ખાંભલા અને યુવરાજસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે સદરબજારમાં ધોબી શેરીમાં તીન પતીનો જુગાર રમતા નરસંગપરાના હુશેન ગફારભાઇ ગોરી (ઉ.વ.૩૫) સદરબજારના અલ્ફાઝ ઉર્ફે રાજા અફઝલભાઇ શેખ (ઉ.વ.૨૦) અને હમીદ મહેબુબભાઇ પઠાણ (ઉ.વ.૨૭)ને પકડી લઇ રૂ.૨૩૨૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)
  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST

  • વેકસીન સેન્ટરો ઉપર ખાસ ત્રણ રૂમોની વ્યવસ્થા : ૧૬ તારીખથી કોરોના વેકસીન અપાયા પછી કેટલોક સમય લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવશે : તત્કાળ સારવારની સુવિધા : કોઇ સમસ્યા થશે તો તાત્કાલિક સારવાર અપાશે : વેકિસન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે, વેઇટીંગ રૂમ, વેકિસન અને ઓબ્ઝર્વેશન રૂમ હશે : કોરોનાની વેકિસનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 am IST