Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વાલીઓની જેમ અનેક ખાનગી શાળા સંચાલકોનું વેઈટ એન્ડ વોચઃ ધો. ૧૦-૧૨માં શૈક્ષણિક કાર્ય શરૂ ન કર્યુ

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળમાં તડાઃ નામાંકીત સંચાલકોનો ઓનલાઈન મૂડ

રાજકોટ, તા. ૧૧ :. કોરોના કહેર વચ્ચે છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ ગુજરાતભરમાં આજે ધો. ૧૦ અને ધો.૧૨ તેમજ સ્નાતક અને અનુસ્તાનક કક્ષાએ અંતિમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આજે પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં પાંખી હાજરી રહી હતી. મોટાભાગના વાલીઓ અચાનક તેમના સંતાનોને શાળાએ મોકલવા વિચારતા થયા છે, તો શહેરની પ્રથમ હરોળની અનેક નામાંકીત શાળાઓએ પણ સરકારના આદેશનો ઉલાળીયો કરી શાળાઓ શરૂ નથી કરી તો કેટલીક નામાંકીત ખાનગી શાળાએ ધો. ૧૦ અથવા ધો. ૧૨ બેમાંથી એક વર્ગ શરૂ કર્યો છે.

નાની નાની વાતે એકતાના દર્શન કરાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકોના ધરાર બની બેઠેલા આગેવાનો આજે શાળા શરૂ નથી કરી તો સરકાર અને મંડળના નિર્ણયથી વિપરીત કામ કરવા જાણીતી કેટલીક શાળાઓએ અમુક છાત્રોને જ શાળાએ બોલાવીને શૈક્ષણિક કાર્ય શરૂ કર્યુ છે. નામાંકીત શાળાઓના સંચાલક ઓફલાઈન કરતા ઓનલાઈન શિક્ષણ આપવાના મૂડમાં હોવાનુ જાણવા મળે છે.

(3:48 pm IST)