Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

રાજુલાના પટવા ગામે સરકારી જમીન ખાલી કરવાનું કહીને પિતા-પુત્ર ઉપર હુમલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૦: રાજુલા તાલુકાના પટવા ગામે રહેતા હરેશભાઇ બાબુભાઇ બારૈયા (ઉવ.૨૩)ના પિતા બાબુભાઇ અરજણભાઇને કરશન વાલાભાઇ ચૌહાણે કહેલ કે તમો જે સરકારી જમીનમાં રહો છો તે જમીન ખાલી કરી નાખો તેમાં મારે રહેવું છે. તેવું જણાવી બોલાચાલી કરતા હરેશભાઇ આવી જતા તેમને માથામાં ધારીયા વડે મારમારી ઇજા કરી જયસુખ કરશનભાઇ, ચંદ્રેશ કરશનભાઇ ચૌહાણે, બાબુભાઇને પાઇપ વડે મારમારી ઇજા કરી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:43 pm IST)