Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ચાર બહેનના એકના એક ભાઇ બેંક કર્મચારી સંદિપભાઇ વ્‍યાસનું બેભાન હાલતમાં મોત

શિવધામ સોસાયટીમાં બનાવઃ છ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૦: જિંદગીની સફરનો ક્‍યારે અને કેવી રીતે અંત આવી જાય તેની ખબર પડતી નથી. યુનિવર્સિટી રોડ પર શિવધામ સોસાયટી-૨માં રહેતાં ૩૪ વર્ષિય બેંક કર્મચારી યુવાન સંદિપભાઇ વસંતરાય મહેતા (ઉ.વ.૩૪)નું એકાએક બેભાન થઇ જતાં મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

સંદિપભાઇ રાતે દોઢેક વાગ્‍યે ઘરે બેશુધ્‍ધ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સંદિપભાઇ એચડીએફસી બેંકમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં છ વર્ષનો પુત્ર છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. તે ચાર બહેનના એકના એક નાના ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. પોલીસે આકસ્‍મીક મૃત્‍યુની નોંધી કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)