Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

નરેન્દ્રભાઇના 'નયા ભારત' સ્વપ્નને સાકાર કરવા યુવાધન સહભાગી બને : પ્રશાંત કોરાટ

'યુવા જોડો' અભિયાન અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

  રાજકોટ,તા. ૧૦: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા ઘ્વારા આગામી સમયમાં તા.રપ ડીસેમ્બર, ર૦ર૧ થી તા. ૧ર જાન્યુઆરી, ર૦રર સુધી 'યુવા જોડો' અભિયાન નું આયોજન કરવામાં આવનાર હોય તે અંતર્ગત  પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અઘ્યક્ષતામાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ૧પ મહાનગર તેમજ જિલ્લાઓની શહેર યુવા ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકનો  પ્રદેશ  ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, મહામંત્રી ડો. નરેશ દેશાઈ, ઉપપ્રમુખ મનીષ સંઘાણી, હરેન્દ્રસિંહ ગોહિલ, મંત્રી જય શાહ, નીલેશ ચુડાસમા સહીતના પ્રદેશ યુવા મોરચાના હોદેદારોના વરદ હસ્તે દીપ પ્રાગટયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ડો. પ્રશાંત કોરાટનું ખેસ અને બુકથી સન્માન કિશન ટીલવાએ, ડો. નરેશ દેશાઈનું કુલદીપસિંહ જાડેજાએ, હરેન્દ્રસિંહ ગોહિલનું હેમાંગ પીપળીયાએ, મનીષ સંઘાણીનું પાર્થરાજસિહ ચૌહાણ, કરણ સોરઠીયા, સહદેવ ડોડીયાએ કરેલ હતું. નીલેશ ચુડાસમાનું કેયુર અનડકટ, સંજય વજકાણીએ કરેલ હતું.તેમજ શહેર યુવા મોરચા ઘ્વારા ડો. પ્રશાંત કોરાટને  ભસાગ નું ગાડુભ અને ડો. નરેશ દેસાઈને ભસરદાર પટેલજીભ ની પ્રતિમા આપી અર્પણ કરી શુભેચ્છા પાઠવેલ હતી.    

ડો. પ્રશાંત કોરાટએ વકતવ્યમાં જણાવેલ કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી તા.રપ ડીસેમ્બર,ર૦ર૧ થી તા.૧ર જાન્યુઆરી, ર૦રર સુધી 'યુવા જોડો' અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા આજનું યુવાધન જોડાય અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભનયા ભારતભના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થાય આજનું યુવાધન દેશના વિકાસમાં સહભાગી થાય તેવા શુભ  હેતુથી પ્રદેશ યુવા ભાજપ ઘ્વારા ભયુવા જોડોભ અભિયાન તા.રપ ડીસેમ્બર, અટલ બીહારી બાજપાઈ જન્મજયંતીથી શરૂ થશે જે તા.૧ર જાન્યુઆરી, ર૦રર સ્વામિ વિવેકાનંદ જન્મજયંતિ– રાષ્ટ્રીય યુવા દિવસ દરમ્યાન વિસ્તારક યોજના અંતગર્ત જિલ્લા / મહાનગર માં વિધાનસભા દીઠ ર૦ લોકો વિસ્તારક તરીકે પ્રવાસ કરશે.

શાળાઓ, કોલેજો, હોસ્ટેલો, કલાસીસો, યુનીવર્સીટીઓ, મંદીરો, બસ સ્પોટ, રેલવે સ્ટેશન, મહત્વના જાહેર સ્થળો ઉપર યુવા મોરચા ઘ્વારા ભયુવા જોડોભ અભિયાન યોજવામાં આવશે. તે ઉપરાંત તા.૧ર /૧/ર૦રરના રોજ ગુજરાતના તમામ મહાનગર–જિલ્લાઓમાં વિશાળ સંખ્યામાં યુવાઓ સાથે ભયુવા સંમેલનભ નું આયોજન કરવામાં આવેલ છે.

 ત્યારે  વધુમાં ડો. પ્રશાંત કોરાટએ જણાવેલ કે ભયુવા જોડોભ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે તમામ વિસ્તારકો એકત્ર થશે અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલજીની આગેવાની માં તા.રપ/૧ર/ર૦ર૧ના રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાતના તમામ વિસ્તારકોને ભયુવા જોડોભ અભિયાન અંતગર્ત પ્રસ્થાન કરાવશે.

તકે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં સંચાલન અને સ્વાગત પ્રવચન ડો. નરેશ દેસાઈએ તથા અંતમાં આભારવિધિ જય શાહએ કરેલ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા  રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાના નેતૃત્વમાં શહેર યુવા મોરચાના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. 

(4:24 pm IST)