Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

કાલથી નિઃશુલ્ક સિઘ્ધ સમાધિ યોગ શિબીર

જે. કે. ચોક, ઉમા સદન ખાતે આયોજન : કાલે સવાર સાંજ બન્ને સેશનમાં ઇન્ટ્રોડકશન : નામ નોંધણી

રાજકોટ તા. ૧૦ : ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા શારિરીક, માનસિક, આર્થિક, આઘ્યાત્મિક અને સર્વાંગિક વિકાસ હેતુથી રાજકોટમાં 'ઉમા સદન' જે. કે. ચોક, યુનિવર્સીટી રોડ, ખાતે તા. ૧૧ થી તા. ૧૯ સુધી સિઘ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

એસ.એસ.વાય. એ અત્યંત સરળ, શકિતશાળી, અસરકારક અને પરિણામલક્ષી યોગનો પ્રકાર છે.  તેના દ્વારા જીવનની પૂર્ણતાનો અનુભવ થાય છે.  તેમજ સહજ, સમૃઘ્ધ અને આનંદમય જીવન પ્રાપ્ત થાય છે. વ્યકિતનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ તદન બદલાઈ જાય છે. વ્યકિત રચનાત્મક અને કુદરતી જીવન જીવતી થાય છે. 

સિઘ્ધ સમાધિ યોગના મુળ ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલ બ્રહ્મોપદેશમ્ નામના સંસ્કારમાં રહેલ છે. આ સંસ્કાર વૈદિક કાળમાં ઘણોજ પ્રચલિત હતો જેના દ્વારા વ્યકિત પોતાનામાં રહેલ અમાપ શકિતઓનો અનુભવ માત્ર તાત્વીક રીતેજ નહિ પરંતુ અનુભવનાં સ્તરે પણ કરી શકતો. આ પૂર્વકાલીન બ્રહ્મોપદેશમ્નો આધુનિક, પઘ્ધતિસરની અને પ્રાયોગિક અભિગમ, પરમ પૂજય યોગબ્રહ્મ ગુરૂજી શ્રી ઋષિ પ્રભાકરજીની માનવ સમાજને અમુલ્ય ભેટ છે.

તેઓશ્રી બેંગ્લોર યુનિવર્સીટીના ગોલ્ડ મેડાલીસ્ટ મીકેનેકલ એન્જીનીયર, કેનેડાની વિશ્વ વિખ્યાત વેસ્ટર્ન ઓન્ટેરીયો યુનિવર્સીટીના કોમ્પ્યુટર નિષ્ણાંત, એરોનોટીકલ એન્જીનીયર અને મેનેજમેન્ટનાં (એમ.બી.એ.) સ્નાતક હતા. તેઓશ્રી ઘ્યાન, સજાગતા અને શિક્ષણનાં દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકોમાના એક છે. 

એસ.એસ.વાય. એ કોઈ ધાર્મિક પંથ નથી. તે વ્યકિતને સંપ્રદાય કે પંથની મર્યાદિત રેખાઓથી દૂર સર્વધર્મની ક્ષિતિજ સુધી લઈ જાય છે અને સર્વધર્મ સમભાવનો સંદેશો આપે છે. એસ.એસ.વાય. કોર્સ કરી તેમાં દર્શાવેલ બાબતોની નિયમિત પે્રકટીસ કરવાથી આપણા જીવનમાં આનંદ અને સાચા સુખની અનુભુતિ થાય છે. મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે.

સિઘ્ધ સમાધિ યોગમાં પંચકોષની શુઘ્ધિની પ્રક્રિયા કરાવવામાં આવે છે.  જેમાં અન્નમય કોષ (ભૌતિક શરીર), પ્રાણમય કોષ (જીવંત શકિત પ્રાણ), મનોમય કોષ (મન), વિજ્ઞાનમય કોષ (બુઘ્ધિ) અને આનંદમય કોષ (સ્વ) નો શુઘ્ધીકરણ થાય છે. સમાધિ ઘ્યાન આપણા શરીરની મન અને બુઘ્ધીને વ્યવસ્થિત રીતે શુઘ્ધ કરી વિકસીત કરે છે.

સિઘ્ધ સમાધિ યોગમાં સમાધિ ઘ્યાન શીખવવામાં આવે છે. જેમાં સવાર – બપોર અને સાંજ એમ ત્રણ વખત ૧પ મિનિટ સુધી કોઈ એક અનુકુળ જગ્યાએ આંખ બંધ કરી એસ.એસ.વાય.ના શિક્ષકની સુચના મુજબ બેસવાનું હોય છે.

આ શિબિરમાં ૧પ વર્ષથી ઉપરના, ગમે તે ધર્મ પાળતા જ્ઞાતિ જાતિ કે વર્ણના સાવ અભણ કે ગમે તેટલું ભણેલા, ડોકટર, એન્જીનીયર, ઉદ્યોગપતિ, વકિલ, વેપારી, પ્રોફેસર, શિક્ષક, કોઈપણ નોકરીયાત, વ્યવસાય કરતી વ્યકિત, ગૃહિણી, વિદ્યાર્થી કે રમતવીર જોડાઈ દરેક સ્તરે લાભાન્વિત થઈ શકે છે.

આ પ્રોગ્રામમાં જોડાવા કે વધુ માહિતી અર્થે નિઃશુલ્ક ઈન્ટ્રોડકશન 'ઉમા સદન' જે. કે. ચોક, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે તા. ૧૧ ના સવારના ૮ તથા સાંજે ૭ કલાકે રાખેલ છે.

આ શિબિરમાં ભાગ લેવા માટે ધર્મેશ તુવાર (મો. ૯૪ર૮૦૧૧૯૧પ), વૈશાલી શુકલ (મો.૯૪ર૮ર ૭૧૪૧૬)સંપર્ક કરવા ડો. બિનેશ પતાણી (૯૮ર૪ર૧૦૪૯૬) ની યાદીમાં જણાવાયુ છે.

(11:07 am IST)