Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

રાજકોટમાં બે દિવસનાં વિરામબાદ અજે ફરી કોરોનાનો ફૂંફાડો: ત્રણ કેસ નોંધાયા

રૈયા રોડ, શ્રૌફ રોડ તથા હનુમાન મઢી પાસે રહેતા બે પુરુષ અને એક મહિલા કોરોના સંક્રમિત : બે દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે

રાજકોટ: શહેરના બે દિવસધા વિરામ બાદ આજે ફરી કોરોનાના કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

 આ અંગે આરોગ્ય તંત્રનાં સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે શહેરમાં સાંજે ત્રણ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં.10નાં હનુમાન મઢી પાસેનાં વિસ્તારમાં રહેતા અને જામનગરની ટ્રાવૂલ હિસ્ટ્રી ધરાવતા 78 વર્ષીય વૃદ્ધ તથા જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અને વોર્ડ નં.2નાં શ્રૌફ રોડ પર રહેતા 38 વર્ષીય મહિલા તેમજ વોર્ડ નં.1નાં રૈયા રોડ પર રહેતા 62 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીઓનાં પરિવારજનોનાં કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:33 am IST)