Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટની શિવાંગી પંડયાને અને લાઇફદ્વારા 'બેસ્ટ આર્ટ ડીરેકટર'નો એવોર્ડ

રાજકોટ તા. ૧૦: ગુજરાત અને મુંબઇનું લોકપ્રિય સામાયિક ''સિને લાઇફ'' દ્વારા સાલ-ર૦૧૯નો ફિલ્મ એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મને લગતી વિવિધ કેટેગરીના બેસ્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટની યુવતિ શિવાંગી પંડયાને ગુજરાતી ફિલ્મ ''બાપ રે બાપ''માં ''બેસ્ટ આર્ટ ડીરેકટર''ની એવોર્ડ આપવામાં આવ્યો હતો.

''સીને લાઇફ'' એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડીયા તેમજ જાજરમાન અભિનેત્રી રોમા માણેકે સંયુકત રીતે એવોર્ડ અર્પણ કરેલ હતો.

શિવાંગી પંડયાએ નેશનલ સ્કુલ ઓફ ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે બેચલરની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. ગુજરાતી ફિલ્મ ''બાપ રે બાપ'' માં અનેક દ્રશ્યો જીવંત બનાવવા માટે ભારે મહેનત કરી હતી.

શિવાંગી પંડયા (મો. ૯૯૭૯૯ પ૧ર૭૩) ના પિતા જતિનભાઇ પંડયા કોર્પોરેશનમાં અધિકારી તરીકે સેવા બજાવે છે. માતા પ્રતિભાબેન પંડયા શિક્ષણ તેમજ સામાજીક ક્ષેત્ર સંકળાયેલા છે. તેમજ નાની બહેન ઉર્જા પંડયા રાજકોટ ખાતે ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે કાર્યરત છે.

(4:08 pm IST)