Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

૩ વોર્ડના પ૭૧ વિસ્તારોમાંથી ૧૫૧ ટન કચરાનો નિકાલ

રાજકોટઃ  દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે-થ્રી વોર્ડ' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે  વોર્ડ નં.૧૧ ૧૪ ૧૬માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ૫૭૧ વિસ્તારોમાં સફાઇ કરી ૧૫૧ ટન કચરાનો નિકાલ કરાયો હતો. આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં. ૧૧, ૧૪ અને ૧૬માં ૧૩૯૬ ઘરોની મુલાકાત લઇ ૫૭૪૬ ટાંકા-પી૫ સહિતના પાત્રો તપાસવામાં આવેલ ૪૨૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ, ૨૪૬ ઘરોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓનું વિતરણ કરવામાં આવેલ. આજની આ કામગીરીમાં ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટરશ્રી કિરણબેન સોરઠીયા, હારૂનભાઈ ડાકોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, વોર્ડ નં.૧૧ પ્રભારી અશ્વિનભાઈ પાંભર, પ્રમુખ પ્રવીણભાઈ પાદ્યડાર, મહામંત્રી આયદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે, વોર્ડ નં.૧૪ પ્રભારી નીલેશભાઈ જલુ, પ્રમુખ અનિષભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતરીયા, વોર્ડ નં.૧૬ પ્રભારી ભુપતભાઈ બોદર, જીણાભાઇ ચાવડા, પ્રમુખ સુરેશભાઇ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગોસ્વામી, ભાર્ગવભાઈ મ્યાત્રા, અગ્રણી વિપુલભાઈ માખેલા, મનુભાઈ જોબનપુત્રા, ગીરીશભાઈ પોપટ, અરવિંદભાઈ તલસાણીયા, અર્જુનભાઈ બારૈયા, ભરતભાઈ સોલંકી, મનુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મકવાણા, કેયુરભાઈ મશરૂ, અતુલભાઈ ધામી, ભગીરથસિંહ, જયવીરસિંહ, કિરીટભાઈ ચૌહાણ, ભનુ પટેલ, રાજુભાઈ પરમાર, સુરેશભાઈ ગરૈયા, પવુભા ખાચર, કંચનબેન સિધ્ધપુરા તથા રાજકોટ મહાનગરપાલિકાના અદ્યિકારીશ્રીઓ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)