Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ચોમાસા પૂર્વે શહેરના ખાડાઓની સમસ્યા ઉકેલોઃ રજૂઆત

સામાજીક કાર્યકર વસંતભાઇ પોપટ દ્વારા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧૦: પર્યાવરણના બચાવ અંગે સિંગલયુઝ પ્લાસ્ટિક વપરાશના પ્રતિબંધને સામાજીક  કાર્યકર વસંતલાલ જે. પોપટે આવકારેલ છે. મ્યુ. કમિશ્નરને આ અંગે પાઠવેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, ''સિંગલયૂઝ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. જેથી વાયુ પ્રદુષણ, જળ પ્રદુષણ, ભૂમિ પ્રદુષણ, ડ્રેનેજ બ્લોક તથા નદી તળાવમાં પ્લાસ્ટિકની વસ્તુથી પ્રદુષણ ફેલાય છે. સાથે-સાથે માનવી પશુ-પંખી કિટક વનસ્પતિ વિગેરેને અત્યંત નુકશાનકર્તા બને છે.

વિશેષમાં શ્રી પોપટે રજુઆત કરેલ કે, છેલ્લા ર માસથી રાજકોટ જાણે ખોદાણ નગરી બની ગઇ છે! વિકાસ માટે ફેરફાર સુધારા જરૂરી હોય છે. પરંતુ ખાડા બન્યા બાદ ખાડા બૂરવા, પેચવર્ક અંગે ઝડપ જરૂરી બને છે. ટુંક સમયમાં વરસાદની મોસમ શરૂ થશે અને જો ખાડા બૂરાશે નહિ, ડામર વર્ક થશે નહિ તો રસ્તાઓની હાલત ગંભીર બનશે. ખાડામાં પડવા-વાગવાનું ચીકણી માટીથી લપસવાનું, વાહન અકસ્માત વિગેરેનો ભય પ્રજાજનો ઉપર સતત રહેતો લાગે છે. અંતમાં ખાડાઓ યોગ્ય રીતે, ઝડપથી બૂરાઇ જાય તે અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

(3:35 pm IST)