Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રેલનગરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રાજકોટઃ રેલનગર લાલ બહાદુર શાસ્ત્રી આવાસ યોજના બ્લોક નં.૧ કવાર્ટરમા  પ્ર.નગર  પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ ગોસાઇ સહિતે દરોડો પાડી જુગાર રમતા નવીન જમનાદાસ પાટડીયા, ધર્મેન્દ્ર બાબુભાઇ ફીચડીયા, યશવંત પ્રાણભાઇ આહ્યા, નવીન ભવાનીશંકર પંડયા, જયેશ ભોગીલાલ માંડલીયા, રાકેશ રાજેન્દ્રભાઇ રાણાધારા અને સમીર પ્રવિણભાઇ પાટડીયાને પકડી લઇ રૂ. ૧૦૭૧૦ ની રોકડ સહીતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(12:59 pm IST)