Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

JEEના પરિણામ બાદ ધો.૧ર સાયન્સમાં પણ ઉત્કર્ષ સ્કૂલના છાત્રોનો દબદબો

રાજકોટ, તા. ૧૦ : ધો. ૧ર સાયન્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ દર વખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે. ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે. ધો. ૧ર સાયન્સના રીઝલ્ટમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી માત્ર ૪ર શાળાઓનું રીઝલ્ટ જ ૧૦૦ ટકા આવેલ છે. જેમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સએ ૧૦૦ ટકા રીઝલ્ટ મેળવી પોતાની દાવેદારી નોંધાવી છે.

શાળાના પોપટીયા અમને ફીઝકસમાં ૯૭, કેમેસ્ટ્રીમાં ૯૮ અને મેથ્સમાં ૯૬ માર્કસ મેળવી કુલ ૩૦૦માંથી ર૯૧ માર્કસ સાથે ૯૭ ટકા સાથે સમગ્ર બોર્ડમાં પાંચમું સ્થાન અને રાઠોડ મહીરાજે ફીઝીકસમાં ૯૮, કેમેસ્ટ્રીમાં ૯૪ અને મેથ્સમાં ૯૭ માર્કસ મેળવી કુલ ૩૦૦માંથી ર૮૯ માર્કસ સાથે ૯૬.૩૩ ટકા સાથે સમગ્ર બોર્ડમાં ૧૦મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત શાળાના કાતરોડીયા પાર્થે ર૮૮ માર્કસ  સાથે૯૬% શુકલા ભારદ્વાજે ર૮૪ માર્કસ સાથે ૯૪.૬૭%, દોશી મિહિરે ર૮૩ માર્કસ સાથે ૯૪.૩૩% મહેતા જયે ર૭૭ માર્કસ સાથે ૯ર.૩૩% સોજીત્રા જયદીપે ર૬૯ માર્કસ સાથે ૮૯.૬૭% કુંભાણી રૂષભે ર૬પ માર્કસ સાથે ૮૮.૩૩% પરમાર શ્રેયાએ ર૬પ માર્કસ સાથે૮૮.૩૩% દોશી ઉત્સવે ર૬૧ માર્કસ સાથે ૮૭.૦૦% તેમજ છાટબાર વશિષ્ઠેર૬૦ માર્કસ સાથે ૮૬.૬૭% મેળવી બોર્ડમાં ઝળહળતા દેખાવ કરેલ છે. સ્કુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ૯૯ પીઆર કરતા પણ વધારે ૬ વિદ્યાર્થીઓ, ૯૭ પીઆર કરતા વધારે ૧પ વિદ્યાર્થીઓ, ૯પ પીઆર કરતા વધારે રર.૯૦ પીઆર કરતા વધારે પ૬ વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરેલ છે.

આ વર્ષે જાહેર કરવામાં આવેલ જેઇઇ ના અત્યંત કડક પરિણામોની સાપેક્ષે શાળાના કુલ ર૮ વિદ્યાર્થીઓએ જેઇઇ એડવાન્સ સ્તરની પરીક્ષા માટેની શૈક્ષણીક લાયકાત મેળવવાની સિધ્ધી હાંસલ કરી સમગ્ર રાજકોટમાં ઉત્કર્ષ સ્કૂલનું ગૌરવ વધારેલ છે.

આજે ઉત્કર્ષ સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનીયરીંગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની પીડીયુ, અમદાવાદની બીજેએમ તેમજ એન્જીનીયરીંગ માં આઇઆઇટી, વીઆઇડી, એસઆરએમ, ડીએઆઆઇસીટી, પીડીપીયુ, એનઆઇઆરએમએ તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ  સ્કુલનાં વિદ્યાર્થીઓ પ્રવેશ સુનિશ્ચિત કરતા આવ્યા છે.

ઉત્કર્ષ સ્કુલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ એન. એમ. ટેક લેવલ ધરાવે છે. જેઓ આશરે રપ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કુલ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્વાસને જાળવી રાખવા સુદૃઢ શૈક્ષણીક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એનઇઇટી અને જેઇઇ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબધ્ધ છે.

(4:34 pm IST)