Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગોંડલના ચોરડી પાસે અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના કેવીન ચાંગેલાનું મોત

ત્રણ દિવસ પહેલા સોડવાવ જતી વખતે કારનું ટાયર ફાટતા અકસ્માત થયો તો

રાજકોટ તા.૧૦: ગોંડલ નજીક ચોરડી પાસે કારનું ટાયર ફાટતા અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું

મળતી વિગત મુજબ મવડી રોડ પર આવેલ ડ્રીમસીટીમાં રહેતો કેવીન જેન્તીભાઇ ચાંગેલા (ઉ.વ.ર૬) ગત તા.૮/૫ ના રોજ પોતાની કાર લઇને રાજકોટથી સોડવાવ જતો હતો ત્યારે ગોંડલ નજીક ચોરડી ગામ પાસે અચાનક ટાયર ફાટતા કાર ડીવાઇડર સાથે ભટકાતા અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં ઘાયલ કેવીન ચાંગેલાને સારવાર માટે રાજકોટની મધુરમ હોસિપટલમાં ખસેડાયો હતો ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું આ બનાવ અંગે ગંાધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જી.એન.વાઘેલા તથા રાઇટર રમેશભાઇએ પ્રાથમીક કાગળો કરી ગોંડલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(4:04 pm IST)