Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાજપ વોર્ડ નં. ૭ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભઃ બેટબોલની સટાસટીથી ડી.એચ. મેદાનમાં રોનક

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વોર્ડ નં. ૭ માટે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ડો. યાજ્ઞિક રોડ ખાતે આયોજન કરાતા આતશબાજી સાથે મંગલારંભ કરાવાયો હતો. ઉદ્દઘાટન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર મહામંત્રી દેવાંગભાઇ માંકડ, દંડક રાજુભાઇ અઘેરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, મ્યુનીશીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં.-૭ ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુ સેલારા, મહામંત્રી કિરીટભાઇ ગોહેલ અને રમેશભાઇ પંડયા, કોર્પોરેટર અજયભાઇ પરમાર, શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદિપભાઇ ડવ અને વોર્ડ નં. ૭ તમામ બુના વાલીઓ અને શહેરના શ્રેષ્ઠીઓમાં પ્રથમ મહિલા પૂર્વમેયરશ્રી ભાવનાબેન જોષીપુરા, કુલપતિ કમલેશભાઇ જોષીપુરા, હરીભાઇ ડોડીયા, ડો. અમીતભાઇ હપાણી, ભુપતભાઇ તલાટીયા, ભરતભાઇ રેલીયા, યુસુફભાઇ- જોહરકાર્ડ, રઘુવંશી સમાજના અગ્રણી યોગેશભાઇ પુજારા, સોની સમાજના અગ્રણી દિલીપભાઇ રાણપરા, મારૂતિ કુરીયરના રામભાઇ મોકરીયા, કારડીયા રાજપૂત સમાજના અરુણભાઇ સોલંકી, લોધા સમાજના અગ્રણી સુરેશભાઇ જરીયા, સમાજના અગ્રણી યોગેશભાઇ પુજારા જૈન અગ્રણીશ્રી ડોલરભાઇ, મનસુખભાઇ ધંધુકીયા, દર્શીતભાઇ જાની, કુલદીપભાઇ પરમાર, ભાવીનભાઇ ભટ્ટ, નિલેશભાઇ વોરા, મયુરભાઇ શાહ, ફાલ્ગુનભાઇ, હરેશભાઇ પારેખ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ તેઓનું પુષ્પગુચ્છ અને પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું. આ ટુર્નામેન્ટના પ્રારંભમાં પ્રથમ મેચ ઉદ્યોગનગર ઇલેવન અને એમ.બી. ઇલેવન વચ્ચે વોર્ડનં. ૭ ના પ્રમુખ જીતુભાઇ સેલારા દ્વારા ટોસ ઉછાળી પ્રારંભ કરાવેલ. ઉદ્યોગનગર ઇલેવને પ્રથમ દાવ લઇ ૮૫ રન કરેલ એમ.બી. ઇલેવને ૮૬ રન કરી વિજેતા થયેલ. મેન ઓફ ધ મેચ અલીઅસગર વૈદ થયેલ.  તેમને શ્રીમતી ભાવનાબેન જોષીપુરા દ્વારા ઇનામ આપીને સન્માનીત કરાયેલ. ત્યારબાદ બીજો મેચ વિરમાયા રોકસ અને બંગોલી ગ્રુપ ઇલેવન વચ્ચે રમાયેલ. જેનો પ્રારંભ શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી દ્વારા ટોસ ઉછાળી કરવામાં આવેલ બંગાલી ઇલેવને ટોસ જીતીને ફિલ્ડીંગ લીધેલ અને પ્રથમ દાવમાં વિરમાયા રોકસે ૫૪ રને કરેલ. તેની સામે બેગોલી ઇલેવને ૫૫ રન કરી વિજેતા થયેલ મેન ઓફ ધ મેચ આસીફભાઇ  થયેલ અનેતેમને જયેન્દ્રભાઇ ગોહેલ તથા કિર્તીભાઇ રાવલ દ્વારા ઇનામ આપીને સન્માનીત કરેલ. ત્રીજો મેચ વિજય પ્લોટ ઇલેવન અને ઓટલા પરીષદ ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી દ્વારા ટોસ કરવામાં આવેલ અને ઓટલા પરીષદ ઇલેવન ટોસ જીતીને ફિલ્ડીંંગ લીધેલ અને પ્રથમ દાવમાં વિજય પ્લોટ ઇલેવન ટીમે ૮૦ રન કરેલ અને તેની સામે ઓટલા પરીષદ ઇલેવન ટીમે ૬૬ રન કરેલ અને ઓલ આઉટ થયેલ અને અંતમાં વિજય પ્લોટ ઇલેવન ટીમ વિજેતા થયેલ અને આ મેચમાં મેન ઓફ ધ મેચ ચીરાગ ડાભી થયેલ અને તેમને ભાવેશભાઇ અઢીયા દ્વારા ઇનામ આપીને સન્માનીત કરાયેલ.ચોથો મેચ જાગૃત બાલાજી ઇલેવન અને એકતા ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં સામતભાઇ હેરમા દ્વારા ટોસ કરવામાં આવેલ અને જાગૃત બાલાજી ઇલેવન ટોસ જીતીને બેટીંગ લીધેલ અને પ્રથમ દાવમાં જાગૃત બાલાજી ઇલેવન ટીમે ૮૭ રન કરેલ અને તેની સામે એકતા ઇલેવન ૮૮ રન કરી વિજેતા થયેલ. મેન ઓફ ધ મેચ મુરતુજા થયેલ તેમને નાણભાઇ, જીતુભાઇ સેલારા તથા નારણભાઇ બોડીયા દ્વારા ઝાઝરમાન ઇનામ આપીને સન્માનીત કરેલ છે. ત્યારબાદ આખરી મેચ શિવ શકિત ઇઇલેવન અને માહી ઇલેવન વચ્ચે રમાયેલ. જેમાં મનોજસિંહ ઝાલા, નિલેશભાઇ વોરા, ઉમેશ જે. પી. દ્વારા ટોસ કરવામાં આવેલ, શિવ શકિત ઇલેવન ટોસ જીતીને ફીલ્ડીંગ લીધેલ અને પ્રથમ દાવમાં માહી ઇલેવન ટીમે ૬પ રન કરેલ. તેની સામે શિવ શકિત ઇલેવન ટીમે ૬૬ રન કરી વિજેતા થયેલ. મેન ઓફ ધ મેચ દીવ્યેશભાઇ થયેલ અને તેમને ભગીરથભાઇ સરવૈયા દ્વારા ઇનામ આપીને સન્માનીત કરેલ. સોશ્યલ મીડીયા મારફત તમામ મેચો અને તેના પલેપલ માહિતી લાઇવ કરાઇ હતી. ટુર્નામેન્ટના પ્રથમ દિવસમાં આયોજક ટીમ દેવાંગભાઇ માંકડ, અનીલભાઇ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, મનીષભાઇ ભટ્ટ, અજયભાઇ પરમાર, જીતુભાઇ સેલારા, કિરીટભાઇ ગોહેલ, રમેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીઓ દ્વારા જહેમત ઉઠાવેલ. વિવિધ કમીટીના હોદેદારો આશીષભાઇ વાગડીયા, જયેન્દ્રભાઇ ગોહેલ, સતીષભાઇ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઇ ડોડીયા, સંદિપભાઇ ડોડીયા, રમેશભાઇ દોમડીયા, પુનીતાબેન પારેખ, જયશ્રીબેન રાવલ, રાજુભાઇ મુંધવા, ઇશ્વરભાઇ જીતીયા, કીર્તીભાઇ રાવલ, મયંકભાઇ પાઉ, યોગેશભાઇ વાળા, ઉમેશ જે. પી. રાજુભાઇ ચાવડા, પરેશભાઇ ડોડીયા, પથુભા ડોડીયા, રાજનભાઇ ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજયભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ પરમાર, ભાવિન ગોટેચા, નિખીલભાઇ મહેતા, દિપકભાઇ પારેખ, બીપીનભાઇ ભટી, અફઝલભાઇ, આસીફ સલોત, મોહિત ગણાત્રા, જીગર ભટ્ટ, પરેશભાઇ ચગ, રાજુભાઇ વાઘેલા, જયુભાઇ રાઠોડ, કેતનભાઇ સાપરીયા, મોહીત પરમાર, આશુતોષ મહેતા, ધ્રુવ રાજા, આનંદભાઇ વાળા, મહેશભાઇ ત્રિવેદી, નિકુંજભાઇ વૈદ્ય, દિનેશભાઇ સોલંકી, કાળુભાઇ ઓડ, કિરીટભાઇ કામલીયા, સુરેશભાઇ સિંધવ, ધ્રુવભાઇ રાજા, પ્રતિકભાઇ મહેતા, રાહુલભાઇ દવે, દર્શનભાઇ ત્રિવેદી, જેનીલ ફીચડીયા, જૈનીશ સોની, રાહુલ દોણાસીયા, ઝોહરભાઇ કપાસી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે અને સતાધાર ક્રિકેટ કેમ્પના પરેશભાઇ ડોડીયા, કેતનભાઇ સાપરીયા, સમીરભાઇ દોશી, રાજભા પરમાર, બી. ટી. ગોહીલ, જીતુભા ગોહીલના સહયોગથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

(3:48 pm IST)