Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચ્ચનસીધ્ધીકી :કાલથી નાલંદા તીર્થધામ આયંબીલમય બનશે

રાજકોટ, તા.૧૦: સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સોનલ સદાવ્રત સમારોહ ભવ્યાતી ભવ્ય સંપન્ન થયેલ.

જેમાં દર મહીને જીવન જરૂરીયાત રાશન કીટ બારમાસી મસાલા, સોનેરી ટુકડા ઘઉં દરેક સીઝનની વસ્તુઓ અપાઇ રહી છે. આજે સવારે ૧૦ વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ હતું. બધા સાર્ધમિકોને દવાનુ દાન અપાય છે.

કાલથી નાલંદા તીર્થધામ હેલે ચડશે. નાલંદા આયંબીલમય બની જશે. સવારથી સાંજ સુધી ધર્મધ્યાનથી ધમધમશે. નાલંદા તીર્થધામ સેંકડો માણસો લાભ લેશે એક આયંબીલ કરવાથી ૧૦૦ કરોડ વર્ષના અશુભ કર્મો ખપે છે. કાલે ૧૧.૪પ કલાકે મહામાંગલીક, બપોરે ૧૨ વાગ્યે અમૃત આયંબીલ ભોજન, સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વ્યાખ્યાન, ૧૦.૩૦ થી ૧૨ જાપ, નવ પદ વીધી આજે સમારોહમાં દાતાઓ આગેવાનો શ્રેષ્ઠીવર્યો ખાસ હાજર રહી અનુમોદના કરેલ હતી. સોનલ સેવામંડળ, સોનલ સીનીયર સીટીજને સેવા બજાવી હતી.

પૂ. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય) માં ભવ્યાતી ભવ્ય આયંબીલ ઓળીનું આયોજન છે. નવ દિવસ સ્વાદ વિજય ઉત્સવમાં જોડાવવા વિનંતી છે. જેમણે આ આયંબીલ ઓળીના પ્રથમ દિવસે આયંબીલ કરવી હોય તેમણે નામ વહેલા તે પહેલા ધોરણે ફોન નં.૨૫૭૧૧૩૬ ઉપર લખાવવાનાં રહેશે. નામ લખાવેલ તપસ્વીને જ પ્રવેશ મળશે.

(4:03 pm IST)