Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

યુવાનોને 'મોદી' અને મોદીને 'યુવાનો' પ્રિય

નરેન્દ્રભાઇ દેશને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસીત રાષ્ટ્ર તરફ લઇ જઇ રહયાં છેઃ માંધાતાસિંહજી જાડેજા

રાજકોટ, તા., ૧૦: ભારતને અત્યાર સુધી આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખતા આવ્યા છીએ પરંતુ બહુ જલ્દી આપણોદેશ વિકસીત રાષ્ટ્રોની હરોળમાં મુકાઇ જાય એવી તમામ સંભાવના દેખાઇ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના યુવાનોમાં મુકેલા વિશ્વાસને લીધે આ શકય બનશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ  કારોબારીના સદસ્ય અને સૌરાષ્ટ્રના ક્ષત્રીય અગ્રણી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજયસરકારે સ્કોપ નામનોએક કાર્યક્રમ શરૂ કર્યો છેજેમાં યુવાનો પોતાના અભ્યાસની સાથે સાથે અંગ્રેજી ભાષા પર સારૂ નિયંત્રણ મેળવી શકે છે જેનો શ્રેય પણ મોદીજીને જાય છે.

જે મુખ્યમંત્રીએ ઇંગ્લીશ ભાષા વિદ્યાર્થીઓ શીખે એ માટે કામ કર્યું એ જ મુખયમંત્રીએ વાંચે ગુજરાત નામની યોજના નો પણ અમલ કરાવ્યો અને નવી પેઢી પુસ્તકો વાંચતી થાય એવા પ્રયાસ પોતે અંગત રસ લઇને કર્યા. જે નવયુવાન શિક્ષકો શાળામાં નોકરીએ લાગે એ લોકો ટેકનોસેવી બને એ માટે સ્માર્ટકલાસ, ટેબલેટથી શિક્ષણ વગેરે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શરૂ કરાવ્યું. તો વિદ્યાર્થીઓ પણ એ દિશામાં જાય એવા પ્રયાસ કર્યા. આમ યુવાનો અને વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકીર્દીના સ્વપ્નદ્રષ્ટા તેઓ છે.

 દેશના વડાપ્રધાન બન્યા પછી પણ યુવાનોને એમણે પોતાના વિચારના કેન્દ્રમાં રાખ્યા છે. દેશના યુવાનો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી શકે એ માટે સ્કીલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ યોજનાનો એમણે પોતે સતા પર આવ્યા પછી તરત અમલ શરૂ કર્યો, કેટલીક પ્રતિભાઓ નોકરી નથી કે રોજગારી નથી એવી નિરાશામાં ધકેલાઇને વેડફાઇ જતી. પણ સ્કીલ ઇન્ડિયા દ્વારા યુવાનોમાં નવો ઉત્સાહ એમણે ભર્યો છે. મુદ્રા યોજના આમ તો દરેક માટે છે. પણ યુવાનોને લોન મળવામાં કેટલી સરળતા રહે છે. આ બધું કામ એમણે ફકત પાંચ વર્ષમાં કર્યું છે તેમ માંધાતાસિંહજીએ જણાવેલ.

(4:01 pm IST)