Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

એમ.ડી.એચ. મસાલાના શતાબ્દી વર્ષ પર્વે સેવાકીય કાર્યો

MDH મસાલાના ચેરમેન ૯૬ વર્ષના ધર્મપાલજી ગુલાટી રાજકોટમાં : પત્રકાર પરિષદ : ૭૦ હોસ્પિટલો, સ્કુલો, અનાથાશ્રમ, ગૌશાળાનું નિર્માણકાર્ય ચાલુ : એમ.ડી.એચ.ની ૬૨થી વધુ પ્રોડકટ્સ જુદા - જુદા ૧૫૦ પેકેજમાં ઉપલબ્ધ : ધર્મપાલજી કહે છે સાદો આહાર, નિયમિત કસરતો કરો અને ટનાટન રહો

ભારતના જાણીતા ઉદ્યોગઋષી, ભારત સરકારના અતિ પ્રતિષ્ઠિત પદમભૂષણ એવોર્ડથી સન્માનીત શ્રી ધર્મપાલજી ગુલાટી (ચેરમેન, એમ.ડી.એચ. મસાલા)ની રાજકોટ ખાતે ગઈસાંજે ટૂંકી મુલાકાતે આવ્યા હતા. પોતાના પારીવારીક સ્વજન અને રાજકોટના જાણીતા વ્યાપારી અગ્રણી ધર્મેન્દ્રભાઈ કકકડ (મો.૯૮૨૫૨ ૩૧૩૮૧) (શ્રીરામ એગ્રી બ્રોકર્સ, રઘુવીર કોમોડીટીઝ) ને ત્યાં આવેલા ધર્મપાલજી ગુલાટી ૯૬ વર્ષની જૈફ વયે પણ દિલ્હી આર્ય પ્રતિનિધી સભા, સમગ્ર ભારતની આર્ય સંસ્થાઓ વિગેરેના માધ્યમથી અનેકવિધ ધાર્મિક, સામાજીક, શૈક્ષણીક, મેડીકલ, સાંસ્કૃતિક સેવા સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા છે.

૯૬ વર્ષના ધર્મપાલજી દરરોજ નિયમીત આહારની સાથે સાથે વોકિંગ, પ્રાણાયામ, યોગાસાન, સમય સુવું અને સમયસર જાગવું સહિતની આદર્શ દિનચર્યાનું પાલન કરે છે અને આટલી જૈફ વયે પણ સવારથી સાંજ સુધી પોતાના વ્યવસાય અને સેવા સંસ્થાઓમાં સતત સક્રિય રહે છે. સદૈવ હસતા રહેતા અને પ્રસન્નતાના પ્રતિક એવા ધર્મપાલજીને સાંભળવા એ પણ લ્હાવો છે. તેઓ  ભારતની દાયકાઓ જુની અને મસાલાના ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત એમ.ડી.એચ. બ્રાન્ડના ચેરમેન છે.

૧૭ માર્ચ-૧૯૨૩ ના રોજ શીયાલકોટ (હાલ :  પાકિસ્તાન) માં જન્મેલા ધર્મપાલજીના પિતાશ્રી ચુનીલાલજી પણ શીયાલકોટમાં મસાલાના વેપારી હતા. નાનપણથી જ વ્યાપારના લોહીમાં મળેલા વારસાને લઈને ધર્મપાલજી પોતાના વારસાગત ધંધામાં પિતાશ્રી સાથે જોડાઈ ગયા અને પ માં ધોરણ સુધી અભ્યાસ કરી પછી અભ્યાસ છોડી દીધો. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી પોતાનો વ્યવસાય, મીલકતો વિગેરે તમામ પાકિસ્તાન ખાતે છોડી ગુલાટી પરીવાર ભારત ખાતે સ્થળાંતરીત થયો અને ઘણીબધી હાડમારીનો ભોગ તેમને બનવું પડયું શરૂઆતમાં અમૃતસરથી લઈને દિલ્હી સુધી નાનામોટા ધંધામાં પ્રયત્નો કર્યા પરંતુ જોઈએ તેવી સફળતા તેમને ન મળી. અંતે, તેઓએ પોતાનો મસાલાનો વારસાગત ધંધામાં કિસ્મત અજમાવવાનું મુનાસીબ સમજયું. તેમની નિષ્ઠા, પુરૂષાર્થ, સિદ્ઘાંતો અને અનુભવે એમ.ડી.એચ. મસાલા બ્રાન્ડને માર્કેટમાં લીડરનું સ્થાન અપાવ્યું. આજે તો એમ.ડી.એચ. બ્રાન્ડ સમગ્ર ભારતમાં એકસરખી ગુણવતા અને સ્વાદ સાથે પ્રખ્યાત છે. એમ.ડી.એચ. પાસે ૨ જાતની વિવિધ પ્રોડકટસ, ૧૫૦ જેટલા જુદા જદા પેકેજમાં ઉપલબ્ધ છે. ભારત સરકારનો અતિ પ્રતિષ્ઠિત આઈ.ટી.આઈ.ડી. કવોલીટી એકસલન્સ એવોર્ડ પણ તેમને મળ્યો છે. કર્ણાટકના મહામહિમ રાજયપાલ દ્રારા તેમને રીડર ડાયજેસ્ટ મોસ્ટ ટ્રસ્ટેડ પ્લેટીનમ એવોર્ડ–૨૦૦૮ૅ પણ પ્રાપ્ત થયો છે. હવે તો યુરોપમાં પણ 'આર્ક ઓફ યુરોપ' તરીકે એમ.ડી.એચ. મસાલા ધરે ધરે જાણીતું બન્યું છે.

ઉંમર એ માત્ર નંબર સિવાય બીજુ કંઈ નથી એમ દૃઢપણે ધર્મપાલ ગુલાટીજી માને છે. ૯૬ વર્ષની જૈફ વયે પણ પોતાને પ્રાપ્ત થયેલા ૨૪ કલાકનો મહતમ સદ્દપયોગ તેઓ કરી રહયાં છે. ગુણવતા યુકત સાદો આહાર, નિયમિત કસરતો, બેલેન્સડ લાઈફ સ્ટાઈલ થકી તેઓ સતત વ્યસ્ત રહી વ્યવસાય અને સામાજીક જવાબદારીઓ નિભાવી રહયાં છે.

ધર્મપાલજી ૭૦ થી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ૧૦૦ જેટલી સંસ્થાઓના તેઓ મોભી છે.

આ પત્રકાર પરીષદમાં ધર્મપાલજી સાથે ખાસ દિલ્હીથી આવેલ સુરેશચંદ્ર આર્ય (પ્રમુખ, સર્વદેશીય આર્ય પ્રતિનિધી સભા), પ્રેમ અરોરાજી (એમ.ડી.એચ.), વિનીય આર્ય (દિલ્હી આર્ય સમાજ), અજય સહેગલ (મંત્રી, ટંકારા ટ્રસ્ટ), ચંદુભાઈ ઘેલાણી, મનીષ ભટ્ટ, વિજય શાહ, રમેશ ઠક્કર, કિરીટ ગંગદેવ તેમજ ધર્મેન્દ્રભાઈ કકકડ જોડાયા હતા. પત્રકાર પરીષદનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યું હતું.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)