Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે રામચરિત માનસ પાઠઃ સંતોની પધરામણી

રાજકોટઃ પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રી રામનવમી મહોત્સવ નિમિતે શ્રી રામચરિત માનસજી પાઠનું તા. ૬થી તા. ૧૪ રામનવમી સુધી આયોજન કરવામાં આવેલ છે. આ શ્રી રામચરિતમાનસજીનાં પાઠમાં શ્રી માનસજીનાં પાઠ કરવા ભારતભરનાં સ્થળો જેવા કે, અયોધ્યા, પ્રયાગરાજ, નાસીક, હરિદ્વાર, ઇન્દોર, મથુરા, વૃંદાવન, નૈમીશારણ, બકસર, ઝાંસી, ચિત્રકુટ, ઉજ્જેૈન વિગેરે જગ્યાએ આશરે ૫૦૦ સંત ભગવાની પધરામણી થઇ છે. પ.પૂ. શ્રી સદ્દગુરૂશ્રી ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં વચન '' આશ્રમ હી ચાર ધામ હૈ''નાં વચન અહિં ભારતભરમાંથી આવેલ સંત ભગવાનમાં દર્શન થાય છે. સંત ભગવાનનાં બાલભોગ મૃગા કોટેચા,નારણભાઇ અકબરી, રાજીવ સંઘવી, જીતુભાઇ ગણાત્રા, ગોવિંદભાઇ જેઠાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ, અલ્પાબેન ધામેચા, હેમાબેન ખંધેડીયા, નીલ કમલ ધામી, પ્રભાબેન ચુનીલાલ કારીયા સહભાગી થયેલ છે, સંત ભગવાનનાં ભંડારામાં ચંદ્રાબેન ચંદુલાલ ભુપતાણી, સંદિપભાઇ ઘેટીયા, મુકતાબેન છગનલાલ વસાણી પરિવાર, નિકિતાબેન નરેન્દ્રભાઇ નથવાણી, અલ્પાબેન અમિતભાઇ ધામેચા (યુ.કે.) ક્રિષ્નાબેન ઝવેરી (અમદાવાદ), મહેન્દ્રભાઇ બુવારીયા, યશવંતભાઇ જસાણી વગેરે ભંડારામાં સહભાગી થયેલ છે. તથા રાત્રિના બ્યહારૂ ભોજનમાં કુલદિપ અશ્વિનભાઇ સોની, નંદુબેન હરિભાઇ વૈષ્ણવ વિગેરે સંત ભગવાનનાં ભોજનમાં સહભાગી થઇને સંતો તથા પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં આશિર્વાદ મેળવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભાઇ-બહેનોને સંત ભગવાનનાં ભંડારા, બાલભોગ દર્શન કરવા તથા પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીનાં દર્શનની ઝાંખી કરવા ભાવભયુંર્ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(3:48 pm IST)