Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ભાગીદારી પેઢી છુટી કરવાના કરાર મુજબ આપેલ રૂ. ૨૦ લાખના ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧૦: ફરિયાદી વિક્રમસિંહ રમજુભા જાડેજાએ રૂ. ૨૦ લાખના ચેક પરત ફરવાના બનાવમાં શાપરની રામદેવ એગ્રો. એન્જીનિયરીંગ કંપનીના માલિક તળશીભાઇ વાલજીભાઇ કાકડીયા સામે રાજકોટ કોર્ટમાં નેગો ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદી વિક્રમસિંહ અને આરોપ તળશીભાઇ વાલજીભાઇ ભાગીદાર પેઢી રામદેવ એગ્રો. એન્જીનિયરીંગ શાપર મુકામે ચલાવતા હતા અને ખેત ઓજારોનું ઉત્પાદન -વેચાણ કરતા હતા.બંને ભાગીદારોએ સમજુતી કરાર કરી ભાગીદારી પેઢીમાંથી બંને છુટા પડેલ. આમ ભાગીદારી છુટી કરવાના બદલામાં આરોપી તળશીભાઇએ ફરિયાદી વિક્રમસિંહ જાડેજાને રૂ. પ-પ લાખના એક ૪ કુલ રૂ. ૨૦ લાખના  ચેકો આપેલ હતા.

સદરહું ચેકો ફરિયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતા ફંડના અભાવે ચેકો પરત ફરતા ફરિયાદીએ આરોપીને નિયમ મુજબ નોટીસ આપવા છતા તે રકમ આપવાની દરકાર નહિ કરતા આખરે ફરિયાદી એ આરોપી રામદેવ એગ્રો. એન્જીનિયરીંગ વાળા તળશીભાઇ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવતા નામ. કોર્ટે આરોપીને હાજર થવા સમન્સ કરેલ છે.

આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ ગિરીરાજસિંહ જાડેજા, મહીરાજસિંહ જાડેજા નરેન્દ્રસિંહ એમ. જાડેજા તથા મુકેશ પંડયા રોકાયા છે.

(3:48 pm IST)