Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

એડવોકેટ હીનાબેન દવેનું કલેકટરના હસ્‍તે સન્‍માન

રાજકોટઃ એડવોકેટ કુ. હીનાબેન કે. દવેનું કલેકટરના હસ્‍તે સન્‍માન કરાયું હતું. સને-ર૦૦૩ ની સાલથી વકિલતાના વ્‍યવસાય સાથે સંકળાયેલા કુ. હિનાબેન દવે ખાસ તો નબળા વર્ગ અને એચ.આઇ.વી. એઇડ્‍સ પિડિતો માટે કાનૂની કેસો તેના વ્‍યવસાય ક્ષેત્રમાં સેવાના એક ભાગરૂપે ખૂબ જ ધ્‍યાન પૂર્વક ‘‘વિના મુલ્‍યે'' કેસોના નિકાલ કરાવવાની અને પિડિતોના હિત માટે લડત આપવા તથા સહાયભૂત થઇ રહ્યા છે. તે બદલ તેમનું સન્‍માન કરાયું હતું. કુ. હિનાબેન દવેના પિતા કે.કે. દવે રાજકોટ તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચુકયા છે. તેમના માતા એમ. કે. દવે એકિઝકયુટિવ મેજિસ્‍ટ્રેટ હતા.

(4:36 pm IST)