Gujarati News

Gujarati News

નહેરૂનગરમાં રંગે રમતાં યુવાનને બે શખ્‍સે દારૂની સલાહ કરી કહ્યું તારે ન પીવો હોય તો છોકરીઓને મોકલઃ પાંચ વાહનોમાં તોડફોડ: ધૂળેટી પર્વમાં રંગીલા રાજકોટમાં દોઢ ડઝન બઘડાટીઃ ધોકા, પાઇપ, છરી, ગુપ્‍તી, પથ્‍થરોના ઘા Ñ નાના મવા નહેરૂનગર પ્રાઇવેટમાં કાર લઇને આવેલા કરણ અને પથુભાએ ધમાલ મચાવીઃ રંગે રમી રહેલા વિરભુષણભાઇ ત્રિવેદીના પરિવાર સાથે ડખ્‍ખો કર્યોઃ ઘરમાં ઘુસી તોડફોડ કરી ગુપ્‍તીથી બેને ઘાયલ કર્યાઃ રામાપીર ચોકડીએ ધૂળેટી રમી જમવા જઇ રહેલા બે મિત્રો પર શેરડીથી હુમલોઃ ચુનારાવાડ, કોઠારીયા રોડ, આંબેડકરનગર, કાલાવડ રોડ, બજરંગવાડી, સર્વોદય, પારેવડા, નવાગામ, રૈયાધાર, સંજયનગર, લક્ષમણ ટાઉનશીપ, પુનિતનગર, માધાપર ચોકડી, ઘનશ્‍યામનગર સહિતના સ્‍થળોએ મારામારીઃ રંગ ઉડાડવા સહિતના અલગ અલગ કારણોસર ડખ્‍ખા access_time 3:25 pm IST

‘ગુજરી ગયેલા દાદીમા તમને મારી નાંખશે'...નેપાળી શખ્‍સનું ધૂણ્‍યા પછી રાક્ષસી કૃત્‍યઃદિકરી-દિકરાના ગળા કાપી પતાવી દીધાઃ પત્‍નિ માંડ બચી: રાજકોટમાં અંધશ્રધ્‍ધામાં ડબલ મર્ડરઃ પ્રેમબહાદુર નેપાળી અવાર-નવાર ધૂણવા માંડતો અને પત્‍નિને કહેતો કે દાદીમાં ગોમતીદેવી મારા શરીરમાં આવે છે...તે તમને મારી નાંખશેઃ મંગળવારની રાતે ધુણવાનું ચાલુ કરતાં પત્‍નિ બસંતીએ ‘તું નાટક કરે છે' કહી બાજુમાંથી કાકાજીને બોલાવ્‍યા, કાકાજીએ પણ તે ખોટુ બોલતો હોવાનું કહેતાં પ્રેમબહાદુરે તેને લાફો મારી લીધો : ઝઘડાનું સમાધાન થતાં જમીને બધા સુઇ ગયાઃ પછી પણ પ્રેમબહાદુરે દાદીમા મારી નાખશે....એવો બકવાસ ચાલુ રાખ્‍યો અને ધૂળેટીની સવારે અચાનક પત્‍નિના ગળે છરી હુલાવી, તે ચીસ પાડીને જાગી ગઇ અને સામનો કર્યોઃ બાજુમાંથી કાકાજીને બોલાવીને લાવી ત્‍યાં તેના દિકરા-દિકરીના ગળા પર છરીના ઘા ઝીંકી દેવાયા હતાં: હોસ્‍પિટલમાં દિકરીનો મૃતદેહ જ પહોંચ્‍યોઃ રાતે દિકરાનો પણ જીવ ગયો : આરોપી ભાગે એ પહેલા યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ ડી. આર. રત્‍નુ અને ટીમે પકડી લીધો access_time 11:34 am IST