Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પુસ્તક અવલોકન ધન્વી માહીં

કથા દરમિયાન આવતા સ્તોત્ર, કીર્તન, ગીત, મંત્ર, વચનના સમન્વયરૂપ પૂસ્તક 'સત્સંગ'

શીર્ષક : 'સત્સંગ'

પ્રકાશક : કિશોરચંદ્ર પ્રતાપભાઇ જોષી

મુલ્ય : રૂ. ૧૦૦, પૃષ્ઠ : ૧૪૫

સંપર્ક : મુ. ઝુંડાળા, તા. જસદણ, 'ભુદેવ   ભુવન' મો.૯૮૨૫૮ ૦૮૭૫૭

મીઠીવાણીથી ખ્યાતિ પ્રાપ્ત થયેલ રાજકોટના કથાકાર શ્રી અનિલપ્રસાદજી પી. જોષીના લઘુબંધુ એવા ઝુંડાળાના શાસ્ત્રી શ્રી કિશોરચંદ્ર પી. જોષીએ પિતા શ્રી પ્રતાપભાઇ દેવશંકર જોષી અને માતા શ્રી પુષ્પાબેન જોષીના ચરણોમાં વંદન સહ એક ભાવસંગ્રહ 'સત્સંગ' પ્રકાશીત કર્યો છે. જેમાં કથા દરમિયાન આવતા સ્તોત્ર, કિર્તન, ગીતો, મંત્ર, શાસ્ત્ર, વચનનો સમાવેશ કરાયો છે. ભોજન સમયે બોલાતા મંત્રો, શિવ સ્તુતિ, સૂર્ય સ્તુતિ, બિલ્વાષ્ટક, હનુમાન અસ્ટક, પદ, છંદ સહિતની કૃતિઓને સ્થાન અપાયુ છે. લોકહૈય ચડેલા આરતી, થાળ પણ મુકવામાં આવ્યા છે.

(3:49 pm IST)