Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મફલર - હેલ્મેટ - ટોપી - જાકીટથી ગળાની ઈજા ટાળો

રાજકોટ સૌરાષ્ટ્રવાસી વાહનચાલકો મકરસંક્રાંતે ચાઇનીઝદોરાની ઈજાથી બચવા હાથવગા સાધનોના ઉપયોગ થકી

રાજકોટઃ નવા વર્ષના પ્રારંભમાં જ સૌ  પ્રથમ આવતા અને દેશભરમાં મનાવાતા મકરસંક્રાંતના પર્વને ઉજવતા રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓ અત્યારથી જ અધીરા બન્યા છે. મકરસંક્રાંતીનો પર્વ દરેક ઘરના સદસ્ય સહુ પરિવાર પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. આમ તો મકર સંક્રાંત પર્વ દેશભરમાં ઉજવાય છે. પતંગ વ્યવસાય કરોડો રૂપિયાને આંબતો હોય છે.

આપણેે માત્ર રાજકોટ સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો દરવર્ષે પતંગ ઉડાવવાના આનંદની અતિરેકમાં કેટલીકે દુખઃદ ઘટના જેવી કે દોરી ઈલેકટ્ીરક વાયરને  અડી જતા શોર્ટસર્કિટથી યુવાનોના મૃત્યુ તેમજ અગાશી પરથી પડી જવાની ઘટના બનતી હોય છે.

જ્યારે આકસ્મીક ઘટનાઓમાં કોઇ ટુ વ્હીલર વાહન ચાલકો  મકરસંક્રાંતના પર્વ પર જતા હોય ત્યારે તેના પરથી કપાયેલ પતંગની દોરી  ગળા પાસેથી ઝડપથી પસાર થતા ગળુ કપાઇ જવાની અથવા ગળુ કપાવવાથી વધુ ઉંડી ઈજાના કારણે મૃત્યુ થવાના પણ કરૂણ બનાવો બનતા હોય છે.

રાજકોટના  જાગૃત નાગરિક  કિશોર એન. કારીયાએ  મકરસંક્રાંતી ના દિવસે  વાહનચાલકોને  ચાઇનીઝ દોરીથી  ઈજા કે  મૃત્યુની  ઘાતમાંથી  બચાવવા ઘરમાં જ  પડેલી (હાથવગી) કેટલીક વસ્તુઓનો ઉપયોગ  કરી ગળાને રક્ષીત કરી અકસ્માતે ઈજા કે મૃત્યુની  ઘાતમાંથી  બચવા  કેટલીક  ટીપ્સ રજુ કરી છે.

આવી ટીપ્સમાં જોઇએ તો સૌ પ્રથમ વાહનચાલકોને ઘરમાં જો મફલર હોય તો ગરમ મફલર ગળે બાંધીને (ફકત એક દિવસ મકરસંક્રાંતના દિવસે જ નીકળવુ જોઇએ જો સાથે બાળકોને લઇ જવાના હોય તો બાળકોને પણ ગળુ ઢંકાય તેવી લાંબી (વાંદરા ટોપી) પહેરાવી બાળકોમા પણ ચાઇનીઝ દોરીની ઈજા  અથવા અકસ્મત મૃ્ત્યુની  ઘાતથી  બચાવી શકાય. લાંબી વાંદરા ટોપી મોટી વ્યકિત પણ મફલરની અવેજીમાં પહેરી શકે .

જ્યારે બીજી ટીપ્સમાં વાહનો માટે માથાના દુખાવારૂપ અને દરેક વાહન ચાલકો જેનો વિરોધ કરી ચુકયા છે. તે આખી ગળુ ઢંકાય તેવી ફુલ સાઇઝની હેલ્મેટ પણ મકરસંક્રાંતીના  દિવસે ફકત એક દિવસ પુરતી પહેરીને  નીકળેતો તમામ ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતે ઈજા કે  મૃત્યુની ઘાતથી બચી શકશે.

ગુજરાત સરકારે ફરજીયાત હેલ્મેટ કાયદો અમલી બનાવ્યા બાદ ઘણા બધા રાજકોટવાસીઓ હેલ્મેટ ખરીદી હતી જેથી તમામ વાહન ચાલકો પાસે હેલ્મેટ હોવાથી ગમાઅણગમા વચ્ચે પણ માત્ર  એક દિવસ  મકરસંક્રતિના દિવસે હેલ્મેટ પહેરીને  નીકળે તો બચી શકે છે. તેમની ઉપરથી ચાઇનીઝ દોરી પસાર થાય અને તેનાથી આકસ્મીક ઈજા અથવા મૃત્યુની ઘાતથી બચવામાં હેલ્મેટ નિમીત બની શકે . અને તે વાહન ચાલક માટે એક દિવસ પુરતી હેલ્મેટ આશીર્વાદરૂપ સાબીત થઇ શકે.

રાજકોટ સૌરાષ્ટ્રના તમામ વાહન ચાલકોએ માનવજીવનનું મહત્વ સમજી એક દિવસ માટે મકરસંક્રાંતિએ ચાઇનિઝ દોરીથી  આકસ્મીક ઈજા કે મૃત્યુની ઘાતથી  બચવા માટે  ગરમ મફલર , લાંબી કાનટોપી  (વાંદરા ટોપી) ગળુ ઢંકાય તેવી તથા આખી ગળા સુધીની હેલ્મેટનો  તેમજ માથુ ઢંકાય તેવા જાકિટનો ઉપયોગ  કરવા અપીલ કરવામાં આવી છે.

વર્ષોથી  સંક્રાંતના પર્વ ઉપર રસ્તા પર જતા વાહનચાલકોને ચાઇનીઝ દોરીથી  ગળા પર ઈજા થયાની  અથવા વધુ પડતા ઈજાના કારણે  વાહન ચાલકો નુ મૃત્યુ થયાના કિસ્સા પણ બન્યા હોય ત્યારે હવે મકરસંક્રાંત પર્વ માટે  આકસ્મીક  ઈજા કે મૃત્યુનુ ઘાત ટાળવા માટે આ ટીપ્સ (ઘરગથ્થુ) ઉપાય મળ્યો છે. તેનો ઉપયોગ કરવો સૌ કોઇ માટે લાભદાયી નિવડશે તેમા બે મત નથી.

સંકલન

કિશોર એન. કારિયા

મો. ૯૮રપ૮ ૩૦૪૯૯

(3:48 pm IST)