Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જુની કલેકટર કચેરીમાં સુભાષચંદ્ર ચંદારાણાનું હાર્ટએટેકથી મોત

પિટીશન રાઇટર સાથે વર્ષોથી અરજીઓ લખવાનું કામ કરતાં હતાં

રાજકોટ તા. ૧૦: જુની કલેકટર કચેરીમાં વર્ષોથી પિટીશન રાઇટર સાથે બેસી અરજીઓ લખી આપવાનું અને ફોર્મ ભરી આપવાનું કામ કરતાં મુંજકા રંગોલી પાર્કમાં રહેતાં સુભાષચંદ્ર છગનલાલ ચંદારાણા (લોહાણા) (ઉ.વ.૫૦)નું આજે સવારે જુની કલેકટર કચેરીએ હતાં ત્યારે હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

સુભાષચંદ્ર ચંદારાણા નિત્યક્રમ મુજબ સવારે જુની કલેકટર કચેરીએ કામે આવ્યા હતાં. પોતાના ટેબલ પર બેઠા હતાં ત્યારે અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સુભાષભાઇ ચાર ભાઇઅને સાત બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સુભાષભાઇ ખુબ સરળ અને મળતાવડો સ્વભાવ ધરાવતાં હોઇ જુની કલેકટર કચેરીમાં મોટુ મિત્ર વર્તુળ ધરાવતાં હતાં. બનાવથી પરિવારજનો, મિત્રોમાં શોક છવાઇ ગયો હતો.

(3:43 pm IST)