Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વિમલનાથ દેરાસરની ૧૦મી સાલગીરી ભકિતભાવથી ઉજવાઇ

પૂ.આ.ભ.જયશેખર સુરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નિર્મિત : વરઘોડો-સત્તર ભેદી પુજા-નવકારશી યોજાઇઃ રાત્રે આંગી-સમુહ આરતી-પ્રભાવના

રાજકોટ તા. ૯ :. શહેરના કાલાવાડ રોડ શ્રી ભગવાન વિમલનાથ માર્ગની ઉર્જા ભૂમિ પર આકાર પામેલ અને પ.પૂ. આ. ભ. શ્રી જયેશખરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી નિર્મિત શ્રી વિમલનાથ સ્વામી જિનાલયના પુનઃ નિર્માણને દશ વર્ષ પુર્ણ થયાછે. આજે સૌરાષ્ટ્રમાં ઉતરોતર મહાપ્રભાવી વૃધ્ધિગત ભાવને પામીને બલસાણાના વિમલનાથ તરીકે વિખ્યાત બન્યું છે.

આ જીનાલયે દર્શન સેવા-પુજા - સામુહિક આરતીમાં ભાવિકોએ ભકિત-અહોભાવ-રોમાંચ અદ્ભુત આનંદની અનુભૂતિ કરી છે. સાથે સાથે વિવિધ લાભો લઇ પુણ્યાનુંબંધી પુણ્યનું ઉપાર્જન કરેલ છે.

પાયામાંથી જીર્ણોધ્ધાર થયેલ આ જિનાલયની દશમી સાલગીરીનો અનુપમ અવસર આજે ભકિત ભાવથી ઉજવાયો હતો. જેમાં આ.ભ.પૂ. યશોવિજયજી મ.સા.ના સુશીષ્યો તથા કલાપૂર્ણ સમુદાયના સાધ્વીજી ભગવંત પૂ. જયદર્શીતાશ્રીજીએ નિશ્રા પ્રદાન કરી હતી.

આજે ગુરૂવાર તા. ૯-ના રોજ પુનઃ પ્રતિષ્ઠાની દશમી સાલગીરીનું શુભ મુહૂર્ત હતું. આ પ્રસંગે સત્તરભેદી પુજા, મુળનાયક શ્રી વિમલનાથદાદાના શિખરની ધજા અને નવકારશીનો લાભ શ્રીમતી વાસંતીબેન રસીકલાલ ભાણજી મીઠાણી પરિવારે લીધેલ છે. સાથે સાથે શ્રી લક્ષ્મી માતાજીની દેરીની ધજા સંગીતાબેન હરેશભાઇ શાહ પરિવાર, શ્રી ચક્રેશ્વરી માતાજીની દેરીની ધજા, ભારતીબેન ફીરોઝભાઇ મહેતા પરિવાર હઃ વિહાન, ખુશબુ, શ્રેયસ, શ્રી માણીભદ્રવીરની દેરીની ધજા, ઉષાબેન હરેશભાઇ બાખડા પરિવાર, શ્રી ઘંટાકર્ણ વીરની દેરીની ધજા ઋષીલ જીતેષભાઇ મીઠાણી, હઃ અર્ચિતાબેન મીઠાણી પરિવાર ચડાવશે. તેમજ પાંચેય પરમાત્માની આંગી ત્થા રાત્રે સમુહ આરતી અને સવારે નવકારશીનું આયોજન કરવામાં આવેલ.

ગુરૂવારે ર૦૭૮ ના માગરસ સુદ-૬ને  તા. ૯  સત્તરભેદી પુજા-સવારે ૬ કલાકે શ્રી મહિલા મંડળે ભણાવેલ. તેમજ  વરઘોડો સવારે ૬-૧પ કલાકે વાજતે ગાજતે ધજાના તમામ લાભાર્થી પરિવાર અને સકળ સંઘ સાથે શ્રી વિમલનાથ જિનાલયમાં શરૂ થઇ અને શ્રી વિમલનાથ જિનાલયની પ્રદીક્ષાણા કરી જિનાલય પધારેલ. ત્યાર બાદ ધજાના દરેક લાભાર્થી પરિવારને શ્રી સંઘ દ્વારા સહબહુમાન પુર્વક ધજા ચડાવવા જિનાલયમાં પધારવા વિનંતી કરાયેલ.

ધજા ચડાવવાનું મુહુર્ત સવારે ૭-૧૮ કલાકે હતું. જેમાં વિધિકાર પ્રકાશભાઇ દોશી  પધારેલ. ત્યારબાદ નવકારશી યોજાયેલ. જેનો લાભ વાસંતીબેન રસીકલાલ ભાણજીભાઇ મીઠાણી પરિવારે લીધેલ છે.    આંગી, સમુહ આરતી, પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે જેનો લાભ વિમળાબેન દીલપભાઇ મહેતાના પરિવારે લીધેલ છે.

(3:38 pm IST)