Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પ્રોફેસરોની તાકીદે ભરતી કરવા CYSSની માંગ

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ૮૮ પ્રોફેસરની ભરતી પ્રક્રિયામાં ગોઠવણી કાંડ થયા બાદ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી, પરંતુ ઘણો સમય વિત્યા છતા હજુ સુધી કરાર આધારીત ભરતી ન થયેલ હોય, જેથી હાલ વિઝીટીંગ ફેકલ્ટી અભ્યાસ કરાવે છે. જે ફેકલ્ટી અગાઉ ભવનમાં નિયમિત રીતે અભ્યાસ કરાવતા હતા તે હવે માત્ર વિઝીટીંગ ફેકલ્ટી તરીકે એક-બે લેકચર લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઘણા કોર્ષનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થવો મુશ્કેલી જણાય છે. કરાર આધારીત પ્રોફેસરોની તુરંત ભરતી કરવા માંગ કરી છે. પ્રસ્તુત તસ્વીર કુલપતિને આવેદનપત્ર પાઠવતા સીવાયએસએસ ગ્રુપના સભ્યો દર્શાય છે.

(3:36 pm IST)