Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભારતના નિર્માણમાં દેશની વર્તમાન અને ભાવિ પેઢીને નવી ઉર્જા પુરી પાડશે

ગતિ શકિત- ગુજરાત અંગે રાજકોટ રીજીયનમાં વર્કશોપ : ગતિશકિત અભિયાનઃ ૨૧મી સદીના અત્યાધુનિક

રાજકોટઃ સરકારના વિવિધ વિભાગના અધિકારીઓમાં ગતિશકિત અભિયાન અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) અને  ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિકસ (BISAG-N) દ્વારા સંયુકત રીતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે પાંચ પ્રાદેશિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ પી.એમ. ગતિશકિત અને ગતિ શકિત ગુજરાતનો હેતુ સમજાવ્યો હતો. તેમજ સંકલિત સ્વરૂપે આયોજનો હાથ ધરવાથી શહેરી સ્થાનિક સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને કેવી રીતે ફાયદો થશે અને અમલીકરણનો સમય અને પ્રોજેકટ ખર્ચ બચશે તે અંગે પણ વિગતો આપી હતી. અને સૂચિત પ્રોજેકટ્સને સંકલીત કરવા માટે લેવાયેલ એકશન પ્લાનની BISAG-Nના અધિકારીઓએ ગતિશકિત ગુજરાત-એકીકૃત માસ્ટર પ્લાનના અમલીકરણ માટે તૈયાર કરેલ પ્લેટફોર્મ અંગે સમજણ પુરી પાડી હતી. જેના થકી વિવિધ સરકારી વિભાગોને આંતરિક સંકલન, સંકલિત આયોજનોના અભિગમો જાણવા તથા પ્રોજેકટના સમયબદ્ધ અમલીકરણમાં મદદરૂપ થશે.

 શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાથી કરીને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે તેમની સંપત્તિના મેપિંગ અને જીઓ-રેફરન્સિંગ માટે સરળ બનશે. જેનો બાદમાં રાજ્યના સંકલિત માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે.

(3:36 pm IST)