Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સતત ચોથા દિવસે રાજકોટમાં વીજ તંત્રનું ચેકીંગ પાંચ સબ ડિવીઝન વિસ્તારમાં ૪૪ ટીમોના દરોડા

ત્રણ દિવસમાં ૯૫ લાખની વીજ ચોરી ઝડપાઇ : ૩૦ વિસ્તારોમાં ધોંસ

રાજકોટ તા. ૯ : આજે સતત ચોથા દિવસે રાજકોટમાં વીજ ચોરી ઝડપી લેવા જીઇબીની ટીમો ઉતરી પડી છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે ૮ વાગ્યાથી રાજકોટ સીટી-૧ અને રાજકોટ સીટી સર્કલના વિસ્તારમાં આજી-૧, આજી-૨, આજી ઇન્ડસ્ટ્રીયલ, મીલપરા સહિત કુલ ૫ સબ ડિવીઝનના ૩૦થી વધુ વિસ્તારોમાં ૪૪ ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે.

અંદાજે ૧૪ જેટલા પોલીસ સ્ટાફ, એસઆરપીની ૧૩ જવાનો તથા ૪ વિડીયોગ્રાફરોની ટીમો સાથે ચેકીંગ શરૂ કરાયું છે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ ૩૨ ફીડર સંતકબીર, અમીધારા, થોરાળા, ભગવતીપરા, કાપડમીલ, ૮૦ ફૂટ, રજપૂતપરા, ધારેશ્વર, ઉદ્યોગનગર, રામદૂત, ગીતાંજલી, દૂરદર્શન, વરૂણ, સંસ્કાર, મધુરમ, શીવમ ઇન્ડસ્ટ્રીઝ ફીડરના વિસ્તારો કવર કરી લેવાયા છે.

વીજ તંત્રે ૩ દિવસના દરોડા દરમિયાન ૯૫ લાખની વીજચોરી ઝડપી લીધી છે, આજે આ આંકડો સવા કરોડને આંબી જશે.

જે વિસ્તારોમાં દરોડા શરૂ કરાયા તેમાં ચુનારાવાડ શેરી નં. ૧ થી ૮, મનહરપરા, બેડીપરા, સમૃધ્ધિ સોસાયટી, શીવધારા હોટેલ, મયુરનગર, શકિત સોસાયટી, શીવાજીનગર, કુબલીયાપરા, ન્યુ વિજયનગર, કસ્તુરબા હરીજનવાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં. ૧ થી ૮, જયપ્રકાશ શેરી નં. ૧ થી ૧૦, ભગવતીપરા મેઇન રોડ, રીવર બેંક એરીયા, ઘાંચીવાડ શેરી નં. ૬ થી ૧૦, જીલ્લા ગાર્ડન ચોક, ભવાનીનગર, નવયુગપરા, કેનાલ રોડનો સમાવેશ થાય છે.

(10:46 am IST)