Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજકોટના 150 ફુટ રિંગરોડ પર બસની ઠોકરે હેડક્વાર્ટરના બેન્ડ પીએસઆઇ અધામનું મૃત્યુ: પોલીસ બેડામાં શોક

રાજકોટઃ ગાંધીગ્રામ 150 ફુટ રિંગ રોડ શીતલ પાર્ક નજીક ટોઇંગ સ્ટેશન નજીક સીટી બસએ પાછળથી બાઇકને ઠોકરે લેતા પોલીસ હેડક્વાર્ટરમાં બેન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એચ.એ. અધામ રહે.મોચીનગર 6નું મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે. મૃતકને આજે ઓફ હતો. તે કામ સબબ નીકળ્યા ત્યારે બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક એસઆરપીમાં ફરજ બજાવે છે. પોલીસે બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. 

 

(9:01 pm IST)