Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

એટ્રોસીટી એકટના કેસમાં પાંચ આરોપીઓને શંકાનો લાભ

રાજકોટ, તા.૯: વનાળાના રહેવાસી માયાભાઇ રાજાભાઇ ચૌહાણે તા.૩૦-૪-૨૦૧૨ના રોજ આરોપી જોગાભાઇ જાદવભાઇ, નથુભાઇ ભરવાડ, ભીખુભાઇ રૂડાભાઇ ભરવાડ, વીકુભાઇ ઉકડભાઇ અને લાખાભાઇ ખોડાભાઇએ જાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગાળો આપી લોખંડના પાઇપ વતી લાકડી વતી પોતાને તથા તેના ભાઇ રમેશભાઇને માર મારેલ હોવાની ફરિયાદ આઇ.પી.સી.કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૬,૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), જી.પી. એકટ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩.૧ મુજબ નોંધાવેલ જે અંગેનો કેસ રાજકોટના સ્‍પેશીયલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં પાંચેય આરોપીઓને સ્‍પેશીયલ એટ્રોસીટી કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

જેઓને છોડી મૂકેલ છે તેમાં આરોપી (૧) જોગાભાઇ જાદવભાઇ સુસરા, (ર) નથુભાઇ જાદવભાઇ સુસરા, (૩) ભીખુભાઇ રૂડાભાઇ સુસરા, (૪) વીકુભાઇ ઉકડભાઇ મેવાડા અને (પ) લાખાભાઇ ખોડાભાઇ રાતડીયા રહે. બધા સોમલપરવાળાઓને શંકાનો લાભ આપી સ્‍પેશીયલ એટ્રોસીટી કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કામે પાંચેય આરોપીઓ વતી એડવોકેટ શ્રી અમિત એસ. ભગત, આનંદકુમાર ડી.સદાવ્રતી, ધર્મેન્‍દ્ર ડી. બરવાડીયા તથા હીરેન્‍દ્રસિંહ આર.ચૌહાણ રોકાયેલ હતા.

(4:32 pm IST)