Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પ્રાણ ઉર્જાથી રોગ મટાડવાની 'હીલીંગ થેરાપી' શીખવા ઉમદા તક : બે દિવસ વિનામુલ્યે સેમીનાર

શનિ-રવિ બાજપાઇ હોલમાં આયોજન : ઓરા, ચક્રો, નાડીની સમજ અપાશે

રાજકોટ તા. ૯ : ખુબ પ્રાચિન ગણાતી પ ઉપચાર પધ્ધતી હીલીંગ થેરાપીનું જ્ઞાન સૌને મળી રહે તે માટે આગામી તા. ૧૪ અને ૧૫ ના શનિ-રવિ વિનામુલ્યે સેમીનારનું આયોજન થયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે અટલ બિહારી બાજપેયી હોલ વીંગ નં. ૧ ખાતે આગામી તા. ૧૪ અને ૧૫ ના બે દિવસીય સેમીનારમાં ઓરા, ચક્રો, નાઠડી, કોડ, જાદુ, સફેદ જાદુ, હકારાત્મક અને નકારાત્મક શકિતઓ અને ઘણુ બધુ હીલીંગ વોડથી સેન્સ કરતા શીખવવામાં આવશે.

કોઇપણ વ્યકિતના ઉર્જા ક્ષેત્ર, ઓરા, ચક્રો કે નાડીઓ અસંતુલિત થાય ત્યારે રોગ શરૂ થતા હોય છે. ત્યારે હીલીંગ આપીને આ અસંતુલિતતા દુર કરી પૂનઃ સ્વસ્થતા મેળી શકાય છે.

હીલીંગ થેરાપીમાં કોઇપણ જાતના સ્પર્શ વગર કે કોઇપણ જાતની દવા આપ્યા વગર માત્ર પ્રાણ ઉર્જાની મદદથી ઉપચાર કરવામાં આવે છે. તાવ, માથાનો દુઃખાવો, એલર્જી, ડાયાબીટીસ, બી.પી., સાઇટીકા, કીડની સ્ટોન, હાર્ટ બ્લોકેજ, અસ્થમા, કેન્સર જેવા રોગોમાં પણ આ થેરાપી ખુબ અસરકારક પુરવાર થઇ છે.

સીવા પી. મલેશીયાએ આ પ્રાણા વાયોલેટ હીલીંગની શરૂઆત કરાવી હતી. હીલીંગ વોન્ડના ઉપયોગથી દુર બેઠેલાઓને પણ સારવાર આપી શકાય છે.

ત્યારે રાજકોટમાં બે દિવસીય આયોજીત આ હીલીંગ સેમીનારનો વધુને વધુ લોકોએ લાભ લેવા અને વધુ માહીતી માટે મો.૯૯૨૪૧ ૦૨૩૪૩ અથવા મો.૯૪૨૬૮ ૧૭૯૩૮ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સેમીનારની વિગતો વર્ણવતા ભનુભાઇ ગઢિયા, મહેન્દ્રભાઇ સાવલીયા, ભારતીબેન શનિશરા, ડો. શિવાની જાજલ, ડો. પાઠક, શ્રીમતી વર્ષાબેન ભોજાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:07 pm IST)