Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોદાર કીડઝમાં સ્પોર્ટ ડે' ની ઉજવણી

 અક્ષર માર્ગ પર આવેલ પોદાર જમ્બો કીડઝ ખાતે સ્પોર્ટસ ડે'  નિમિતે બાળકો અને વાલીઓ માટે રમત ગમતનું આયોજન કરાયુ હતુ. હાઉસીંગ બોર્ડ ગાર્ડનમાં બાળકોએ નેશનલ એન્થમ કરી મશાલ લઇ માર્ચ પાસ કરી રમતોત્સવનો પ્રારંભ કર્યો હતો. પેરાશુટ પ્લે વીથ મોમ, રનીંગ વીથ બોલ, રનીંગ વીથ મોમ તેમજ રન વીથ ઝીગઝેગ, પાસીંગ હુલ્લા હુપ જેવી રમતો તેમજ વાલીઓ માટે બેલેન્સીંગ હુલ્લા હુપ વીથ રોલીંગ અને બેલેનસીંગ બોલ જેવી રમતો રાખવામાં આવી હતી.  ૧૫૦ થી વધુ બાળકોએ વાલીઓ સાથે આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્સવનું એન્કરીંગ ડો. પુજાર રાઠોડે કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જમ્બો કીડઝની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)