Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કોર્પોરેશનમાં એક સાથે ૧ર અધિકારીઓની બદલીનો ઘાણવો

મહેકમ અને કમિશનર વિભાગમાં વર્ષોથી ચીપકેલા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપતાં કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૯ :.. મ્યુ. કોર્પોરેશને ઘણા વર્ષો પછી એકી સાથે ૧ર-૧ર અધિકારીઓની સામુહિક બદલીઓનો ઘાણવો મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે કાઢયો  છે. જેમાં મહેકમ અને કમિશનર વિભાગનાં વર્ષોથી ફરજ બજાવનારા અધિકારીઓનો પણ સમાવેશ છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલની સુચનાથી નાયબ કમીશનરે બહાર પાડેલા બદલીનાં હુકમોમાં જણાવેલ વિગતો મુજબ જે અધિકારીઓની એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી થઇ છે. તેમા (૧) સામાન્ય વહીવટ, મહેકમ આઇ. ટી. આઇ. વગેરે વિભાગો વર્ષોથી સંભાળતા આસી. કમિશનર જે. પી. રાઠોડની બદલી ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં થઇ છે.

જયારે (ર) આસી. કમિશનર વેસ્ટ ઝોનની જવાબદારી સંભાળતા એસ. જે. ધડૂકને મહેકમ વિભાગ અને વ્યવસાય વેરાની વધારાની કામગીરી સુપ્રત કરાયો છે.

(૩) આસી. કમીશનર એચ. આર. પટેલને સામાન્ય વહીવટી વિભાગની વધારાની ફરજ સુપ્રત કરાઇ છે.

(૪) આસી. મેનેજર નીરજ વ્યાસની પ્રોજેકટ શાખામાંથી બદલી કરી વેસ્ટ ઝોન વેરા શાખાની જવાબદારી સુપ્રત કરાઇ છે.

(પ) આસી. મેનેજર ભૂમિ પરમારની આવાસ વિભાગમાંથી પ્રોજેકટ શાખામાં બદલી કરાઇ છે.

(૬) આસી. મેનેજર કૌશિક ઉનાવાની આરોગ્ય શાખામાંથી બદલી કરી આવાસની જવાબદારી સુપ્રત કરાઇ છે.

(૭) સોલીડ વેસ્ટનાં આસી. મેનેજર રામાનુજને કમિશનર વિભાગમાં મુકવામાં આવ્યા છે.

(૮) કમિશનર વિભાગાં વર્ષોથી ફરજ બજાવતા આસી. મેનેજર એસ. કે. મંકોડીની આરોગ્ય વિભાગમાં બદલી કરાઇ છે.

(૯) આસી. મેનેજર વિપુલ ધોણીયાને અન્ય કર  સેલની જવાબદારીમાંથી મુકત કરી મહેકમ વિભાગની વધારાની જવાબદારી સુપ્રત કરાઇ છે.

(૧૦) મહેમક શાખાનાં આસી. મેનેજર કાશ્મીરા વાઢેરની બદલી સામાન્ય વહીવટ વિભાગમાં કરાઇ છે.

(૧૧) ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલનાં મનીષ વોરા, સોલીડ વેસ્ટ વિભાગમાં મુકાયા છે.

(૧ર) બાંધકામ શાખાનાં જૂનીયર કલાર્કને સેન્ટ્રલ ઝોન સ્ટોર વિભાગની જવાબદારી સુપ્રત કરાઇ છે.

(4:01 pm IST)