Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બાર એશો.ની ચુંટણી ઉપપ્રમુખપદના ઉમેદવાર ઇન્દ્રસિંહ બિનહરીફ જાહેરઃ હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા

ઉપપ્રમુખ-સેક્રેટરી-કારોબારીની જગ્યા ઉપરથી ફોર્મ પાછા ખેંચાયાઃ સાંજે ચિત્ર સ્પષ્ટ થશે

ઇન્દ્રસિંહ ઝાલાબાર એશો.ના ઉપ પ્રમુખ પદે બિનહરીફ ચુંટાયેલા જાહેર

રાજકોટ તા. ૯: રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવનાર પિયુષભાઇ શાહ અને સેક્રેટરીના ઉમેદવાર જયેશભાઇ બોઘરાના સમર્થનમાં સેક્રેટરી અને ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવનાર એન. આર. જાડેજાએ આજે ફોર્મ પરત ખેંચી લઇને ઉપરોકત બંને ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો.

જયારે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર બી. આર. ભગદેવ અને ચેતન પંજવાણીએ આ જગ્યાના ઉમેદવાર ઇન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ઉપપ્રમુખની જગ્યા ઉપર ઇન્દ્રસિંહ ઝાલા સામે મોનિષ જોષી મેદાનમાં હતાં પણ આ લખાય છે ત્યારે મળતી માહિતી માહિતી મુજબ મોનિષ જોષીએ પણ ફોર્મ પાછું ખેંચી લેતા આ જગ્યા ઉપર ઇન્દ્રસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયેલ છે.

આજે મુખ્ય પાંચ હોદઓ પૈકી બે હોદાઓ ઉપરથી ફોર્મ પરત ખેંચાતા હવે પ્રમુખપદ માટે પિયુષભાઇ શાહ અને બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ માટે ઇન્દ્રસિંહ ઝાલા અને મૌનિષ જોષી વચ્ચે સ્પર્ધા થશે. સેક્રેટરીની જગ્યા ઉપરથી આજે મનોજ તંતીએ ઉમેદવારી ખેંચી લેતા હવે આ જગ્યા ઉપર જયેશભાઇ બોઘરા અને જીજ્ઞેશ જોષી વચ્ચે સ્પર્ધા થશે.

લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉપર સંદિપ વેકરીયા અને નિરવ પંડયા ચુંટણી લડી રહ્યા છે. ટ્રેઝરરની જગ્યા ઉપર ડી. બી. બગડા, રક્ષિત કલોલા અને જયેશ બુચ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉપર સંજયભાઇ જોષી અને કેતન દવે ચુંટણી લડી રહ્યા છે.

કારોબારીની જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવનાર નિરવ પંડયા, હિરલબેન જોષીએ પણ આજે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ જગ્યા ઉપર કેતન મંડ, અજય પીપળીયા, કે. સી. વ્યાસ સહિત ૧૬ જેટલા વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય પાંચ વાગ્યે આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

(3:35 pm IST)