Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ખોરાણાના સુનિલ સોલંકીએ પિતાના વિયોગમાં રાજકોટ આવી ઝેર પી લીધું

કાળી ચોૈદશને દિવસે પિતાએ રાજકોટ સરકિટ હાઉસ પાસે ઝેર પી લેતાં મોત થયું હતું: પુત્રએ પણ એ જ જગ્યાએ આવી પગલુ ભર્યુઃ સારવારમાં

રાજકોટ તા. ૯: કુવાડવાના ખોરાણામાં રહેતાં સુનિલ ઉમેશભાઇ સોલંકી (ઉ.૨૬) નામના ચમાર યુવાને સવારે રાજકોટ સરકિટ હાઉસ પાસે ઝેરી દવા પી લેતાં અને બાદમાં જાતે જ સિવિલ હોસ્પિટલે પહોંચી તબિબને જાણ કરતાં તેને સારવાર માટે દાખલ કરી પોલીસને જાણ કરાઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. સુનિલ બે ભાઇમાં મોટો છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ પિતા ઉમેશભાઇ ધનજીભાઇ સોલંકીએ ગત કાળી ચોૈદશના દિવસે રાજકોટ સરકિટ હાઉસ પાસે ઝેર પી લેતાં તેમનું મોત થયું હતું. ત્યારથી પોતાને પિતાની સતત યાદ આવતી હોઇ તેમના વિયોગમાં પોતે પણ વહેલી સવારે રાજકોટ આવ્યો હતો અને પિતાને જ્યાં પગલું ભર્યુ હતું એ જ સ્થળે પોતે પણ દવા પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:44 am IST)