Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ વિધાનસભાની ૮ બેઠકો ઉપરથી આજે વધુ ૭ર ફોર્મ ઉપડયાઃ ૬૯-રાજકોટ-૭૧-રાજકોટમાં બે અપક્ષોએ ઝુકાવ્‍યું

રાજકોટ તા. ૯: રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આજરોજ બપોરે ર વાગ્‍યા સુધીની સ્‍થિતિમાં આશરે ૭ર ફોર્મ ઉપડયા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રના સુત્રોએ ઉમેર્યું હતું. આજે અપક્ષમાંથી ૬૯-રાજકોટ પમિ વિધાનસભામાં પ્રવિણભાઇ એમ. દેગડાએ તેમજ ૭૧-રાજકોટ ગ્રામ્‍ય (અનુસુચિત જાતિ) વિધાનસભા બેઠક માટે રમેશભાઇ લાલજીભાઇ ડાંગરે ઉમેદવારી નોંધાવી નામાંકન રજુ કર્યું છે.

આજે ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ૧પ ઉમેદવારી ફોર્મ ૬૯-રાજકોટ પヘમિ વિધાનસભા બેઠક માટે ૧૬ ફોર્મ ઉપાડ અને પ્રવિણભાઇ એમ. દેંગડા અપક્ષ ઉમેદવારનું એક ફોર્મ પરત, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે ૦૯ ફોર્મ, ૭૧-રાજકોટ ગ્રામ્‍ય અનુસુચિત જાતિ) વિધાનસભા બેઠક માટે ૧૬ ફોર્મનો ઉપાડ તેમજ રમેશભાઇ લાલજીભાઇ ડાંગરનું અપક્ષમાંથી નામાંકન નોંધાયું છે. ૭ર-જસદણ વિધાનસભા બેઠક માટે ૦૮ ફોર્મ, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠક માટે ૦૪ ફોર્મ, ૭૪-જેતપુર વિધાનસભા માટે ૦૧ ફોર્મ, ૭પ-ધોરાજી વિધાનસભા બેઠક માટે ૦૩ ફોર્મ ઉપાડ એમ કુલ મળીને ૭ર ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણીના સુત્રો ઉમેરી રહ્યા છે.

(4:46 pm IST)