Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

૬ લાખના વિદેશી દારૂના ગુન્‍હામાં ફરાર રાણીંગ રાઠોડ પકડાયો

ડીસીપી ઝોન-૧ની એલસીબીએ ભીચરી ગામ પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૯ : કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલ ૬ લાખના વિદેશી દારૂના ગુન્‍હામાં નાસતા ફરતા શખ્‍સને ડીસીપી ઝોન ૧ ની એલ.સી.બી.ની ટીમે ખોરાણા ગામ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલ ૬ લાખના વિદેશી દારૂના ગુન્‍હામાં ત્રણ માસથી ફરાર શખ્‍સ ભીંચરી ગામમાં હોવાની બાતમી ડી.સી.પી.ઝોન-૧ ની એલ.સી.બી. ની ટીમના પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર અને એ.એસ.આઇ. આર. એચ. કોડીયાતરને મળતા ભીંચરી ગામ પાસેથી રાણીંગ દેશાભાઇ રાઠોડ (ઉ.૪૬) (રહે.અમરગઢ ભીચરી ગામ)ને પકડી લીધો હતો. કુવાડવા પોલીસે ખોરાણા ગામ પાસે વાડી વિસ્‍તારમાં એક કારમાંથી રૂા. ૬ લાખના વિદેશી દારૂ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો. તેની પુછપરછમાં રાણીંગ રાઠોડનું નામ ખુલતા તે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. આ કામગીરી પી. એસ. આઇ.એચ.કોડીયાતર, હેડ કોન્‍સ વિજેન્‍દ્રસિંહ, ધર્મરાજસિંહ, જીતુભા, દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ, રવીરાજભાઇ, હિતેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:40 pm IST)