Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટની ચારેય બેઠકો ઉપર ભૂદેવોનું મહત્વનું યોગદાન રહે તે માટે માઇક્રોપ્લાનીંગઃ રામભાઇ મોકરીયા

ભૂદેવો હંમેશા ભાજપની સાથે જ રહ્યા છેઃ જીતુભાઇ મહેતા-કશ્યપ શુકલઃ ભાજપ બ્રહ્મ પરિવાર કાર્યાલયનો રવિવારથી પ્રારંભ

રાજકોટ : આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી  છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતમાં ઉતરપ્રદેશની પેટર્ન મુજબ બ્રહ્મકમિટિની રચના કરવામાં આવી છે, જેના ચેરમેન તરીક રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા જવાબદારી સંભાળી રહયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને તેમાં બ્રાહમણોનું મહત્વનું યોગદાન રહે તે માટે સૌરાષ્ટ્રમાં સાંસદ  રામભાઈ મોકરીયા દ્વારા બ્રહ્મસમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી રહી છે તે અંતર્ગત રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભામાં પણ બ્રાહમણોને જવાબદારી સોંપી માઈક્રોપ્લાનીંગ સાથે આયોજન કરવામાં આવી રહયુ છે તે અંતર્ગત સાંસદ રામભાઈ મોકરીયાના અઘ્યક્ષસ્થાને મારૃતી કુરીયર ખાતે ભાજપ બ્રહ્મપરીવારના આગેવાનોની બેઠકમાં સૌરાષ્ટ્ર–કચ્છ સમાજના બ્રહ્મઅગ્રણી જીતુભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજના માર્ગદર્શક અને  ભાવનગર શહેર ભાજપ પ્રભારી કશ્યપ શુકલ, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી ઉમંેશભાઈ રાજયગુરૃ, શહેર ના પૂર્વમેયર ડો.જૈમનભાઈ ઉપાઘ્યાય, બ્રહ્મ કોર્પોરેટરો સર્વશ્રી નેહલભાઈ શુકલ, જયમીન ઠાકર, દેવાંગભાઈ માંકડ, અલ્પાબેન દવે, ડો.દર્શનાબેન પંડયા, આશાબેન ઉપાઘ્યાય, રૃચીતાબેન જોષી, માધવ દવે, લીનાબેન રાવલ,કીરીટ પાઠક, પરેશ ઠાકર,  ડો. પ્રકાશભાઈ મોઢા, શૈલેષ જાની, બકુલભાઈ જાની, જયેશ દવે, દક્ષેશ પંડયા, જયંતભાઈ ઠાકર ,હરેશ જોષી, પરાગ મહેતા, તેજશ ત્રિવેદી, શૈલેષ જાની, લીનાબેન રાવલ, હીતેશ રાવલ, ગૌરાંગ મહેતા, આશીષ ભટૃ,  સહિતના ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતા ગુજરાત બ્રહ્મકમિટિના ચેરમેન અને સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે ભારતીય  જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલ પાર્ટી છે અને પંચનિષ્ઠાના આધાર પર સ્થાપાયેલ પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનું એક સ્વપ્નછે કે ભારત માતા પરમ વૈભવના શિખર પર પહોચે અને દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ ગુરૃ બને અને ત્યારે સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્ર સાથે નરેન્દ્રભાઈ મોદીનું સપનુ સાકાર કરવા માટે સમગ્ર ગુજરાતવાસીઓ એક થઈ ભાજપને વિજય આપવા માટે કટીબઘ્ધ બન્યા છે ત્યારે આ મહાયજ્ઞમાં ગુજરાતના બ્રાહ્મણો પણ જોડાઈ ગુજરાતની વિકાસ યાત્રાના આગળ ધપાવવા સહભાગી બનીએ ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટ મહાનગરમાં ભુદેવોને વિધાનસભા વાઈઝ જવાબદારીઓ સોંપવામાં આવશે અને આ કામગીરી ને સુદ્રઢ બનાવવાના આશયથી તા.૧૩/૧૧ના રવીવારના રોજ સાંજે પ કલાકે મારૃતી કુરીયર, ડો.યાજ્ઞીક રોડ ખાતે સાધુ–સંતોના વરદ હસ્તે અને ભાજપના બ્રહ્મઅગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવશે.

આ બેઠકમાં ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, કશ્યપ શુકલ, ઉમેશભાઈ રાજયગુરૃ, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય સહીતનાએ પ્રાશંગિક પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે  ભાજપની સ્થાપનાકાળથી બ્રાહ્મણો ભાજપની સાથે રહયા છે ત્યારે રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભામાં કેસરીયો લહેરાય તે માટે માઈક્રો પ્લાનીંગ એટલે કે બુથ સુધીની કામગીરીમાં બ્રાહ્મણોને જોડી બુથ જીતી ચારેય કમળને જીતાડવા સૌ કટીબઘ્ધ બનીએ. આ બેઠકને સફળ બનાવવા જયેશ પંડયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:06 pm IST)